ગાંધીનગર: જાહેરમાં ટોળું હથિયારો લઈને આવ્યું અને માણસામાં મચાવ્યો આતંક, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજાર ટાવર વિસ્તારથી શરૂ કરીને રસ્તામાં આવતી તમામ દુકાનોને નિશાન બનાવીને દુકાનો બંધ કરાવવાની બુમો સાથે વેપારીઓ કશું સમજે તે પહેલા તોડફોડ શરૂ થઇ ગઇ હતી.
ગુરૂવારે બપોરે વાવ દરવાજા વિસ્તારમાં 200 લોકોનું ટોળું હાથમાં ધોકા તથા લાકડીઓ જેવા હથીયારો સાથે ઘુસ્યું હતું. તોફાન બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડે પગે કરી દેવામાં આવ્યો છે. જ્યારે આજે બંધનું એલાન પણ આપ્યું છે તેવું જાણવા મળ્યું છે.
ઘણાં વેપારીઓ શટર બંધ કરીને દુકાનમાં જ પુરાઇ ગયા હતા. પોલીસ પહોંચે ત્યાં સુધીમાં ટોળું કહેર વરતાવીને સગેવગે થઈ ગયું હતું. શાંત શહેર ગણાતા માણસામાં આ બનાવને લઈને ભારે અજંપાનો માહોલ નિર્માણ થયો છે.
વેપારીઓ તથા ખરીદી માટે આવેલા ગ્રાહકો કશું જ સમજી શક્યા નહોતા અને જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. વેપારીઓ પોતાનો જીવ બચાવવા જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ ગયા હતાં.
માણસા: માણસાનાં બજારમાં ગુરૂવારે બપોરે ઘુસી આવેલા આશરે 200 લોકોનાં હથીયાર ધારી ટોળાંએ તોડફોડ શરૂ કરીને દુકાનોમાં ઘુસીને વેપારીઓને માર મારવાનું શરૂ કરતાં હાહાકાર મચી ગયો હતો. સમગ્ર તોડફોડની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેના કારણે આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -