ગુજરાત વિધાનસભામાં કલંકિત પ્રકરણઃ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મારામારી, ક્યા ધારાસભ્યો બાખડ્યા ? જાણો વિગત
આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે માઈક ઉગામ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસારામને જમીન ફાળવવાના મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલતી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને પટ્ટો કાઢીને મારવા પ્રયાસ કર્યો હતો.
સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, વિક્રમ માડમ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાના કારણે 10 મીનિટ માટે ગૃહ મુલતવી રખાયું હતું.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી એક શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાને બોલવા નથી દેવાતા તેવો મુદ્દો ઉપસ્થિત કરતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. વિક્રમ માડમે પોતાનું માઈક ખેંચી કાઢીને ઉગામ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -