રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ત્રીજા ઉમેદવાર સામે કોગ્રેસના ક્યા નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, જાણો વિગત
લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના મતે પી.કે વાલેરાની અપક્ષ ઉમેદવારી પાછળનું કારણ એ છે કે જો કોઇ સંજોગોમાં નારણ રાઠવાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવા સંજોગોમાં ભાજપની સામે કોગ્રેસના પણ ત્રણ ઉમેદવારો રહે માટે વાલેરાએ ઉમેદવારી નોંધાવી હતી.
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાને ગણતરીના કલાકો બાકી હતા ત્યારે કોગ્રેસના નેતા પી.કે વાલેરાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ અગાઉ ભાજપે પણ છેલ્લી ઘડીની રણનીતિ અપનાવતા પોતાનો ત્રીજો ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું હતું. ભાજપના નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -