ભાજપના કયા ટોચના નેતાએ કહ્યું, 'હા, વિકાસ ગાંડો થયો છે અને હજુ તો તોફાની બનશે'
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, વિકાસ તો હજુ ગાંડો થવાનો છે અને તે હવે ગાંડો થશે તો 370 કલમ હટી જશે, રામ મંદિરનો મુદ્દો પણ હલ થઈ જશે. સાથે જો હવે વિકાસ ગાંડો થશે તો પીઓકે પર ભારતનો ઝંડો હશે, ભાજપના યુવા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે પણ જણાવ્યું હતું કે, હજુ તો વિકાસ તોફાની થવાનો છે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, વિકાસ ગાંડો થયો છે એ વાત સાથે અમે બિલકુલ સહમત છીએ. જો વિકાસ ગાંડો ના થયો હોત તો નોટબંધી ના થઈ હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો ટ્રિપલ તલાકનો ચુકાદો ના આવ્યો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો બાબા રામ રહીમ હજુ પણ બળાત્કાર કરતો હોત અને વિકાસ ગાંડો ના થયો હોત તો સર્જીકલ સ્ટ્રાઈક ના થઈ હોત.
અત્યાર સુધી સોશિયલ મીડિયામાં પાવરઘો રહેલો ભાજપ કદાચ પહેલીવાર 'વિકાસ ગાંડો થયો છે'ના મુદ્દે મુશ્કેલીમાં મુકાયો છે. જોકે, ભાજપે પોતાનો બચાવ કરવા માટે એવું કહ્યું છે કે, હા, વિકાસ ગાંડો થયો છે અને હજુ તો વિકાસ તોફાની બનશે.
ગાંધીનગરઃ સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી ભાજપના વિકાસના મુદ્દાને લઈને 'વિકાસ ગાંડો થયો છે'ના સ્લોગન સાથે ભારે મજાક અને રમૂજ પેદા કરતા સંદેશાઓ ફરતા થયા છે. જેમાં ભાજપે અત્યાર સુધીના શાસનમાં કરેલા વિકાસના દાવાઓની એક કહીને મજાક ઉડાવાઈ રહી છે કે, આઘા રેજો, વિકાસ ગાંડો થયો છે.