✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસે ઉમેદવારો નક્કી કરવા માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જાણો ક્યા 11 સભ્યો નક્કી કરશે ઉમેદવારો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2017 10:06 AM (IST)
1

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસે કમર કસી છે અને તેમાં કોઈ કમી ન રહી જાય એટલા માટે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગીમાં કોઈ કસર ના રહી જાય એવો નિર્ણય કોંગ્રેસ દ્વારા કરાયો છે. આ માટે કોંગ્રેસે એક સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે.

2

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચાર સહપ્રભારી રાજીવ સાતવ, વર્ષા ગાયકવાડ, જીતુ પટવારી અને હર્ષવર્ધન સપકાલેનો સમાવેશ થાય છે. આ કમિટીના વિધાનસભાની જે તે બેઠક પર નક્કી કરાયેલી પેનલમાંથી ઉમેદવાર નક્કી કરીને કોંગ્રેસની વર્કિંગ કમિટી સમક્ષ રજૂ કરે છે.

3

આ કમિટીમાં કોંગ્રેસે થોરાટ ઉપરાંત ઉત્તર પ્રદેશના ધારાસભ્ય અજય લાલુ, એઆઇસીસીના સેક્રેટરી ગિરીશ ચોડાણકર, મીનાક્ષી નટરાજનની નિમણૂક કરી છે. આ ઉપરાંત હોદ્દાની રૂએ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા નારણસિંહ રાઠવા, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત પણ કમિટીમાં હશે.

4

કોંગ્રેસ દ્વારા ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલી સ્ક્રીનિંગ કમિટીમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય બાલાસાહેબ થોરાટની અધ્યક્ષસ્થાને છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આ કમિટીમાં ચાર સભ્યો નીમ્યા છે, જ્યારે અન્ય સાત સભ્યો હોદ્દાની રૂએ તેમાં સ્થાન મેળવશે.

  • હોમ
  • ગાંધીનગર
  • કોંગ્રેસે ઉમેદવારો નક્કી કરવા માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જાણો ક્યા 11 સભ્યો નક્કી કરશે ઉમેદવારો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.