ભાજપ સરકારના ક્યા પાટીદાર પ્રધાને હાર્દિક પટેલને ’14 પાટીદાર યુવકોનો હત્યારો ’ ગણાવ્યો ? બીજા ક્યા આક્ષેપ કર્યા ?
વાનાણીએ કહ્યું હતું કે હાર્દિક પોતે સમજતો હતો કે બંધારણમાં અનામતની જોગવાઈ જ નથી એટલે પાટીદારોને અનામત મળવાની જ નથી પણ એ છતાં પાટીદાર અનામત આંદોલનનો આશરો લીધો અને આંદોલન ઉભુ કરાવ્યું હતું. આ રીતે તેણે પાટીદાર સમાજનાં લોકોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો છે.
જો કે કોંગ્રેસ માટે શરૂઆતમાં સીધા જ મત માગે તો પાટીદાર સમાજ સમજી જાય કે હાર્દિક કોંગ્રેસનો હાથો બની ગયો છે તેથી હાર્દિકે પાટીદાર અનામત આંદોલન ઉભું કરીને આખા પાટીદાર સમાજને ગુમરાહ કર્યો હતો. છેવટે આંદોલનમાં પાટીદારોના 14 યુવાનોના મોત થયા અને આ 14 મોત માટે હાર્દિક જ જવાબદાર છે.
પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટણમાં પાટીદારોને ભાજપને પાઠ ભણાવીને કોંગ્રેસની તરફદારી કરવાની અપીલ કરતા તેની આકરી ટીકા ગુજરાતના રાજય કક્ષાના શિક્ષણમંત્રી નાનુ વાનાણીએ કરતા કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન કરીને હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો છે.
ગાંધીનગર: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરી ઉગ્ર બની રહ્યું છે અને ભાજપ તથા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના આગેવાનો સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. આ આક્ષેપબાજીમાં ભાજપ સરકારના એક પ્રધાને હાર્દિક પટેલને પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલા 14 પાટીદાર યુવાનોનો હત્યારો ગણાવ્યો છે.
પાટીદાર એવા વાનાણીએ ઉમેર્યું કે, પાટીદાર આંદોલનમાં 14 યુવાનોના મોત પાછળ હાર્દિક પટેલ જવાબદાર છે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વાનાણીએ કહ્યું હતું કે હાર્દિક 14 પાટીદાર યુવાનોનો હત્યારો છે. રાજય કક્ષાના શિક્ષણમંત્રી વાનાણીએ કહ્યું હતું કે હાર્દિકનો પહેલેથી જ ઇરાદો કોંગ્રેસ માટે મત માગવાનો હતો.