ભાજપના કાર્યકરે વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર બેસી પડાવ્યો ફોટો, અધ્યક્ષે શું કહ્યું? જાણો
રાહુલ પરમાર બી.ઈ. થયેલો છે અને તે વડોદરાના વોર્ડ સાતમાં ભાજપનો કાર્યકર હોવાની સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે. વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશીમાં બેસી ફોટો લીધો હતો. આ અંગે રાહુલે કહ્યું કે વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવ્યો હતો. તેની સાથે એક સંબંધી પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે વિધાનસભામાં આ રીતે ફોટો પાડવો તે વિશેષાધિકાર ભંગ છે. આ યુવકે ચેર પર બેસીને સેલ્ફી લીધી છે તેમજ ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા છે જે ખૂબજ ગંભીર બાબત છે. આ અંગે તપાસ બાદ કસુરદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા: વડોદરા ભાજપના એક કાર્યકર્તાએ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવતા હોબાળો મચી ગયો છે. શનિવારે ભાજપ કાર્યકર્તા રાહુલ પરમાર ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાતે આવ્યો હતો અને તેણે વિધાનસભામાં અનેક ફોટોસ પડાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -