✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપનો મોટો દાવ, છેલ્લી ઘડીએ કયા ક્ષત્રિય નેતાને બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર? હવે થશે ચૂંટણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Mar 2018 02:49 PM (IST)
1

જોકે, ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારતા ચૂંટણી રોમાંચક બની ગઈ છે. ગુજરાતમાં યોજાયેલી છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે પણ ભાજપે બળવંતસિંહ રાજપૂતને ટિકીટ આપી અહેમદ પટેલ સામે ઉતારતાં રસપ્રદ જંગ થયો હતો.

2

નારણ રાઠવાનું ઉમેદવારીપત્ર રદ ન થાય અને કિરીટસિંહ રાણા પણ ઉમેદવારી નોંધાવે એ સંજોગોમાં રાજ્યસભા માટે ચૂંટણી યોજાશે અને ગુજરાતના ધારાસભ્યોએ મતદાન કરવાનું થશે. અત્યારે જે સ્થિતિ છે, તેમાં બંને પક્ષના બે-બે ઉમેદવાર જીતી શકે તેમ છે.

3

ભાજપના આ નિર્ણયને કારણે રાજ્યસભા આ ચૂંટણી પણ રસપ્રદ બની જાય તેવા એંધાણ છે. જો નારણ રાઠવાનું ફોર્મ રદ થાય અને કિરીટસિંહ રાણાની ઉમેદવારી નોંધાય તો ભાજપ ત્રણ બેઠકો અને કોંગ્રેસ એક બેઠક જીતશે.

4

ભાજપ વતી લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે. જોકે, એ વખતે જ નારણ રાઠવા ઉમેદવારીપત્ર ભરી રહ્યા હોવાથી અધિકારીએ તેમને પછીથી ઉમેદવારી પત્ર ભરવા કહ્યું હતું.

5

રાજ્યસભાની ઉમેદવારીને લઈને હાલ નારણ રાઠવા ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. જોકે, તેમની પાસે પૂરતા દસ્તાવેજો નથી, તેવી વાતો ચાલી તેના કારણે ભાજપે ત્રીજા ઉમેદવાર ઉતારવાનો નિર્ણય તાત્કાલિક લઈ લીધો હતો.

6

ગાંધીનગરઃ કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીને લઈને છેલ્લી ઘડીએ થયેલા ડખ્ખા પછી ભાજપે પોતાનો ત્રીજો ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે. હાલ ભાજપના નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ભાજપના દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ભાજપનો મોટો દાવ, છેલ્લી ઘડીએ કયા ક્ષત્રિય નેતાને બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર? હવે થશે ચૂંટણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.