અમીબેન યાજ્ઞિકની ઉમેદવારી પર કોગ્રેસમાં જ વિરોધ, મહિલા મોરચાના પ્રમુખે કર્યો બળવો
અમીબેનની ઉમેદવારી પર કોગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ સોનલ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ તરીકે સોનલ પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપશે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તેમની ઉમેદવારી પર મારો વ્યક્તિગત વિરોધ નથી. સંગઠનની બહેનોને પ્રાધાન્ય આપવામાં ના આવે અને પેરાશૂટ ઉમેદવારોને તક આપવા સામે મારો વિરોધ છે. મહિલા સંગઠન પર પ્રદેશ કાર્યાલય સામે પક્ષનો વિરોધ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ કોંગ્રેસ માં રાજ્યસભાની જાહેરાત બાદ કોગ્રેસ પક્ષમાં ભડકો થયો હતો. ગઇકાલે કોગ્રેસે રાજ્યસભાના બે ઉમેદવારની જાહેરાત કરી હતી. કોગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે નારણ રાઠવા અને પક્ષના પ્રદેશ પ્રવક્તા અમી યાજ્ઞિકની જાહેરાત કરતા કોગ્રેસમાં જ તેમનો વિરોધ શરૂ થઇ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -