ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી ક્યા ધારાસભ્યે કેમ ના કર્યું મતદાન ? જાણો કારણ
ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. ગુજરાતના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ દિલ્હીમાં મતદાન કર્યું હતું. ભાજપના તમામ 120 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ગુજરાતના એકમાત્ર જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય 147 છે. એક ધારાસભ્યના મતના મૂલ્યની રીતે ગુજરાત સમગ્ર દેશમાં આઠમા સ્થાને છે જ્યારે કુલ મતોમાં દસમા સ્થાને છે.અત્યારે સંસદસભ્યોના કુલ મતોનું મૂલ્ય 5,49,408 છે જ્યારે ધારાસભ્યોના કુલ મતોનું મૂલ્ય 449474 છે. આમ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ મતનું મૂલ્ય આ વખતે 10, 98,882 છે.
ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. ગુજરાતના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ દિલ્હીમાં મતદાન કર્યું હતું. ભાજપના તમામ 120 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ગુજરાતના એકમાત્ર જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. બીજી તરફ કોગ્રેસના તમામ 57 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેડીયુંના ધારાસભ્ય છોટુ વસાવાએ રાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાનમાં ભાગ લીધો નહોતો. ઉલ્લેખનીય છે કે જેડીયુએ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
બીજી તરફ એનસીપીના બે ધારાસભ્યોએ પણ મતદાન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, છોટુ વસાવા પોતાના મતવિસ્તાર ઝઘડીયામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, ચૂંટણીના દિવસે જ વિપક્ષમાં ભાગ પડી ગયા હતા. સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -