વિજય રૂપાણીએ કરી ખાતાંની ફાળવણી, જાણો કોને મળ્યું ક્યું ખાતું ? ફાળવણીની સંપૂર્ણ વિગતો એક ક્લિક પર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના પ્રધાનમંડળના સભ્યોને ખાતાંની ફાળવણી કરી હતી. આ પહેલાં રૂપાણીના નવા રચાયેલા પ્રધાનમંડળની પહેલી બેઠક આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ 8 કેબિનેટ અને 16 રાજ્ય કક્ષાના પ્રધાનોને તેમનાં ખાતાંની ફાળવણી કરી હતી. સામાન્ય રીતે નવી કેબિનેટ શપથ લે એ જ દિવસે કેબિનેટની પહેલી બેઠક મળતી હોય છે અને ખાતાંની ફાળવણી કરી દેવાતી હોય છે પણ મહત્વનાં અને મલાઈદાર મનાતાં ખાતાંની ફાળવણી અંગે ભાજપમાં ભારે ખેંચતાણ હોવાથી રવિવારે આ અંગે કોઈ નિર્ણય નહોતો લઈ શકાયો. રવિવારે મોડી રાત્રે ખાતાંની ફાળવણીને અંતિમ સ્વરૂપ અપાયું હતું અને સોમવારે કેબિનેટની પહેલી બેઠકમાં ફાળવણી કરી દેવાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -