રૂપાણી સરકારની મહત્વની જાહેરાત: CMએ શું કરી નવી જાહેરાતો? જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આ યોજના હેઠળ 1086 શેડ વિવિધ 33 જી.આઇ.ડી.સી.માં કાર્યરત કરવાનું આયોજન છે. જેમાં 50 અને 100 ચો.મી.ના બાંધેલ બહુમાળી શેડ પણ જી.આઇ.ડી.સી. દ્વારા તૈયાર કરી ફાળવવામાં આવશે. રાજ્યમાં આવા કુલ 112 શેડ તૈયાર કરાયા છે અને 552 શેડના કામો પ્રગતિ હેઠળ છે. ઉપરાંત આવા નવા 1086 શેડ ઉભા કરવાનું આયોજન છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 50 ટકા સબસીડી અપાશે. ઉપરાંત જી.આઇ.ડી.સી. પણ 30 ટકા ડાઉન પેમેન્ટ કરી બાકીના 70 ટકા રકમ સરળ હપ્તેથી ભરી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે.
રાજ્યના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ઉદ્યોગ વિભાગ દ્વારા અનેકવિધ પ્રોત્સાહનો પુરા પાડવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ વિભાગ દ્વારા બહુમાળી શેડ યોજના હેઠળ શેડના નિર્માણ માટે 50 ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા અપાશે, તેમ ઉદ્યોગ વિભાગ દ્વારા જણાવાયું છે.
વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, આણંદ, અમરેલી ભાવનગર, સુરત અને તાપી જિલ્લામાં આ નવી જી.આઇ.ડી.સી. સ્થપાશે. જેમાં છેવાડાના માનવીને રોજગારી મળી રહે તે માટે સ્થાનિક કક્ષાના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રાધાન્ય અપાશે. આના પરિણામે 40 હજારથી વધુ સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોને ભાજપ તરફ ખેંચવા માટે સરકારમાંથી નવી નવી જાહેરાતો કરવામાં આવી રહી છે. જેમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી જાહેરાતો કરી હતી જેમાં રાજ્યના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેમજ લઘુ ઉદ્યોગ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્યના 14 જિલ્લાઓમાં નવી 16 જી.આઇ.ડી.સી.ની વસાહતો સ્થાપવામાં આવશે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં 14 જિલ્લાઓના 15 તાલુકાઓમાં અંદાજીત 2460 હેક્ટર જમીન ઉપર નાના મોટા મળી કુલ 14,540 પ્લોટોમાં આ જી.આઇ.ડી.સી. કાર્યરત થશે. જેમાં 50, 100, 200 અને 500 મીટરના પ્લોટોની ફાળવણી કરાશે. જેમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડીંગ, માર્ગો, પાણી, વીજળી સહિત અન્ય માળખાગત સુવિધાઓ પુરી પડવામાં આવશે. આ માટે રૂા. 15 હજાર કરોડનું મૂડીરોકાણ થાય તેવી સંભાવના છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના ઔદ્યોગિક વિકાસ તેમજ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે રાજ્યમાં દેશ-વિદેશના ઉદ્યોગો આવી રહ્યા છે તેમજ રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં વધારો થાય અને રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -