આનંદીબેન પટેલ આવ્યા મેદાને, રાહુલ ગાંધી વિશે શું કહ્યું? જાણો વિગતે
આનંદીબેને રાહુલને જણાવ્યું કે, આ ગુજરાતની મહિલાઓ છે જે ઔરંગઝેબ, ગઝની કે અંગ્રેજોથી પણ ડરી નથી, તો રાહુલ ગાંધીથી તો ક્યાંથી ડરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલજીનો ઉછેર જે પ્રકારે થયો છે, તે મુજબ તેમને મહિલાઓના સન્માનનું મૂલ્ય ક્યાંથી સમજાય રાહુલ પાસે મહિલાઓના ઉત્થાનની કોઈ યોજના કે સૂત્ર નથી. માત્ર લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારની હલકી વાતો કરવીએ શું મહિલાઓનું અપમાન નથી. તેમણે કરેલો મહિલાઓએ કેવા કપડાં પહેરવા જેવી બાબતોનો ઉલ્લેખ કેટલો શરમજનક છે.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાહુલ ગાંધી પર પ્રહારો કરતા માફીની માગ કરી અને કહ્યું કે, રાહુલનો ઉછેર જ એ રીતે થયો છે તેથી તેમને મહિલા સન્માનનું મુલ્ય ક્યાંથી સમજાય? મહિલાઓના પોશાક સંબંધિત નિમ્ન સ્તરની અને અપમાનજનક ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડતા આનંદીબેને જણાવ્યું હતુંકે, ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની સભ્યતામાં હંમેશા મહિલાઓનું સન્માન થાય છે.
ગાંધીનગર: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દૌર શરૂ થઈ ગયો છે. બન્ને પક્ષોના રાષ્ટ્રિય નેતાઓ એક બાદ એક ગુજરાતની મુલાકાત કરીને મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત મુલાકાતે આવેલાં કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહિલા મુદ્દે આપેલાં નિવેદનને કારણે વિવાદમાં સપડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -