ગાંધીનગર તાલુકા પંચાયત: 36માંથી 32 બેઠકોના આવ્યા પરિણામ, કોંગ્રેસ અને ભાજપને કેટલી બેઠકો મળી, જાણો વિગત
ગાંધીનગરના અડાલજ-2, આદરજ મોટી, કોબા, કોલવડા-2, કુડાસણ, રાયપુર, રાંધેજા-1, સાદરા, સરઢવ, શાહપુર, શિહોલીમોટી, ઉનાવા અને વલાદ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જ્યારે દાલારાણા વાસણા અને રાંધેજા-2માં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની જીત થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે જેમાં અડાલજ-1, ભાટ, છાલા, ચિલોડા(ડભોડા), ચિલોડા(નરોડા), ડભોડા-1, ડભોડા-2, ધણપ, ખોરજ, કોલવડા-1, પ્રાંતિયા, રૂપાલ, શેરથા, ટીંટોડા, ઉવારસદ, વડોદરા અને વાવોલ-1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે.
ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીની આજે મતગણતરી ચાલુ છે. જેમાં 36 બેઠકો પૈકી 32 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં 13 ભાજપ અને 17 કોંગ્રેસ અને 2 અપક્ષને જીત મેળવી છે.
ગાંધીનગર: ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે. જેમાં 36 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 62 ટકા જેટલું મતદાન થયું હતું. રાજકીય વિશ્વેષકોના મતે આ વખતે કોંગ્રેસની જીત થશે તેવું માનવું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -