ગાંધીનગર તાલુકા પંચાયતના 12 બેઠકના આવ્યા પરિણામ, કોંગ્રેસ અને ભાજપને કેટલી બેઠકો મળી, જાણો વિગત
ગાંધીનગરના અડાલજ-2, આદરજ મોટી, રાયપુર, સાદરા અને રાંધેજા-1 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. જેના કારણે ભાજપના ઉમેદવારો સહિત કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો સહિત લોકો ભાજપના ઝંડા લઈને રસ્તા પર દોડી આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના અડાલજ-1, ભાટ, છાલા, પ્રાંતિયા, ચિલોડા (ડભોડા) અને રૂપાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઢોલ-નગારા સાથે કોંગ્રેસના કાર્યકરો સહિત અનેક લોકો ઝૂમી ઉઠ્યા હતાં.
ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીની આજે મતગણતરી ચાલુ છે. જેમાં 36 બેઠકો પૈકી 12 બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં 5 ભાજપ અને 6 કોંગ્રેસ અને 1 અપક્ષને જીત મેળવી છે.
ગાંધીનગર: ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે. જેમાં 36 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 62 ટકા જેટલું મતદાન થયું હતું. રાજકીય વિશ્વેષકોના મતે આ વખતે કોંગ્રેસની જીત થશે તેવું માનવું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -