ભાજપ પાસેથી કઈ નગરપાલિકા કોંગ્રેસે આંચકી લીધી, કેટલા વર્ષથી ભાજપ પાસે હતી? જાણો વિગત
ત્યારે ક્રોસ વોટીંગ બાબતે તિમિર જયસ્વાલનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, પાર્ટીમાં મારી અવગણના થતી હતી. અમારા તરફ ધ્યાન આપવામાં આવતું ના હોઈ મેં પક્ષ પલટો કરી કોંગ્રસને મત આપ્યો હતો તેમ કહી પોતાનો બચાવ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: કલોલ નગરપાલિકામાં અઢી વર્ષથી પ્રમુખ ઉપપ્રમુખની મુદ્દત પુરી થતાં સોમવારે નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ચાર સભ્યોએ ક્રોસ વોટીંગ કરતાં ભાજપે નગરપાલિકા ગુમાવવી પડી હતી અને કોંગ્રેસે નગરપાલિકામાં સત્તા મેળવી લીધી હતી.
ભાજપના 4 સભ્યોના કારણે જ પાલિકામાં 20 વર્ષથી વધુ વર્ષના ભાજપના શાસનનો અંત આવ્યો હતો. ભાજપમાંથી ચૂંટાયેલા વોર્ડ નં. 5ના સભ્ય તિમિર જયસ્વાલે પક્ષ પલટો કરી કોંગ્રેસને મત આપ્યો હતો અને કોંગ્રેસે તેને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા.
ભાજપના જ સભ્યોએ ક્રોસ વોટીંગ કરતાં પાલિકામાંથી ભાજપનું શાસન સમાપ્ત થઈ ગયું હતું. 4 સભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં જ હાજર સૌ કોઈ ચોંકી ગયા હતાં. જેના પગલે ભાજપની છાવણીમાં સન્નાટો જોવા મળ્યો હતો. જ્યારે કોંગ્રેસની છાવણીમાં આનંદની લાગણી ફરી વળી હતી.
ત્યારે કોંગ્રેસ ધ્વારા કેટલાંક દિવસ અગાઉ જ ભાજપના સભ્યોને ફોડી નાંખવામાં આવ્યા હતાં. જેમાં વોર્ડ નં. 4ની મહિલા કાઉન્સીલરો તેમજ વોર્ડ નં. 5 તિમિર જયસ્વાલને પોતાની તરફેણમાં કરી લીધા હતા. સોમવારે યોજાયેલ ચૂંટણીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા તિમિર જયસ્વાલને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતાં જ્યારે પ્રકાશ વરઘડેને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા.
ભાજપના 4 સભ્યોએ ક્રોસ વોટીંગ કરતા કોંગ્રેસે બહુમતી સાથે પોતાના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટ્યા હતા. પાલિકામાં ભાજપનું સંખ્યાબળ 24 હતું જ્યારે કોંગ્રસનું સંખ્યા બળ 20 હતું, કોંગ્રેસને સત્તા હાંસલ કરવા 24 સભ્યોનું સંખ્યાબળ જોઈતું હતું.
સોમવારે કલોલ નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપની બાજી ઉંધી કરી નાખીને સત્તાના સુત્રો કબજે કર્યાં હતા. પાલિકામાં અઢી વર્ષની પ્રમુખ-ઉપપ્રમુખની મુદ્દત પુરી થતાં ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની સભા યોજાઈ હતી.
ભાજપના ચાર સભ્યોના ક્રોસ વોટીંગથી ભાજપમાં સન્નાટો જોવા મળ્યો હતો. જ્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી નગરપાલિકા હસ્તક કરી લેતાં કાર્યકરોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા ઘણો વર્ષો બાદ કલોલ નગરપાલિકા પર કોંગ્રેસે કબ્જે મેળવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -