નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ખેડૂતોને લઈને શું કરી મહત્વની જાહેરાત ?, જાણો વિગતે
આ સાથે આરોગ્યની કેન્દ્રીય આરોગ્ય આયુષમાન યોજના અંગે નિતિન પટેલે કહ્યું કે, 23 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દ્વારા આયુષમાન યોજના નો રાષ્ટ્રીયકક્ષાએ અમલ કરાશે. કોઈ પણ બીમારી અથવા રોગ ની સારવાર માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ભોગવશે. રાજ્યમાં સવા બે કરોડ નાગરિકો આ યોજનાના લાભાર્થી બની શકશે.44 લાખ 85 હજાર પરિવારોને લાભ મળશે. 60 ટકા કેન્દ્ર 40 ટકા રાજ્ય સરકાર ભોગવશે. સરકારી અને ખાનગી મળી રાજ્ય ની 900 હોસ્પિટલો નિયત કરાઈ. ગુજરાત સરકારે ટેન્ડર બહાર પાડી વીમા કંપની નક્કી કરી છે. રાજ્ય સરકાર 162 કરોડ નું પ્રીમિયમ વીમા કંપની ને ચૂકવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આ યોજના હેઠળ એક કરોડ 75 લાખ 81 હાજર ખેડૂતો નોંધાયેલા છે. 73 લાખ મૂળ ખેડૂત ખાતેદાર અને 29 લાખ ખાતેદાર ના વારસદાર છે. અત્યાર સુધી રાજ્ય સરકાર 30 થી 35 કરોડ નું પ્રીમિયમ વીમા કંપની ને ચૂકવાતી હતી. હવે પ્રીમિયમ ની રકમ ડબલ થઇ 70 થી 80 કરોડ થઈ જશે. દર વર્ષે સરેરાશ એક હજાર ખેડૂત ખાતેદારો ના અકસ્માતે મૃત્યુના કિસ્સા બને છે. એક હજાર થી 1500 ખેડૂત ખાતેદારો નું મૃત્યુ થાય છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, પાક વીમા સામે યોગ્ય નુકસાન વળતર નહીં ચૂકવતી વીમા કંપની સામે પગલાં ભરવામાં આવશે. કરોડોનું પ્રીમિયમ સરકાર કંપનીઓને ચૂકવે છે તો પછી યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. તે માટે મુખ્યમંત્રી એ એક કમિટી બનાવી છે. નજીક ના ભવિષ્યમાં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે મોટી વીમા કંપની ના ચેરમેન ની બેઠક યોજાશે.
ગાંધીનગર: બુધવારે ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના ની સહાય રાશિ માં વધારો કરવામાં આવ્યો છે. અકસ્મમાતમાં ખેડૂતનું મૃત્યુ પર પરિવારજનોને એક લાખને બદલે 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કિસ્સામાં સહાય રાશિ 50 હજાર થી વધારી એક લાખ રૂપિયા આપવામાં આવશે.
આ યોજનાથી રાજ્યના 2.49 કરોડ ખેડૂતોને સહાય મળશે. સાથે જ વારસદારના નિયમોમાં ફેરફાર જાહેર કર્યા હતાં. સાત બાર ના ઉતારા મા ભલે નામ ના હોય પરંતુ ખેડૂત ખાતેદાર ના પરિવારજન હોય તો એમને પણ આ સહાય મળવાપાત્ર
- - - - - - - - - Advertisement - - - - - - - - -