વિધાનસભાના સ્પીકરે ભાજપના ક્યા સીનિયર નેતાને ઈશારો કરીને બેસાડી દીધા ને જીતુ વાઘાણીને બોલવા કહ્યું?
ગાંધીનગર: ગુજરાત વિધાસનભાનું મંગળવારથી શરૂ થયેલું બે દિવસીય અર્ધવાર્ષિક સત્ર પહેલા દિવસે ગૃહ બહાર કોંગ્રેસ દ્વારા યોજાયેલી આક્રોશ રેલીથી પ્રભાવિત થયું હતું. વિધાનસભામાં ગૃહના નેતા તરફથી રજૂ થતાં શોકપ્રસ્તાવમાં વિપક્ષના નેતા પછી સિનિયર સભ્યોને ક્રમાનુસાર પોતાના વિચારો વ્યક્ત કરવાની તક ઉપલબ્ધ થતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીતુ વાઘાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. પરંતુ લોકતાંત્રિક વ્યવસ્થામાં વિધાનસભાની અંદર એક ધારાસભ્ય છે. પરંતુ અધ્યક્ષનો પદભાર સંભાળતા પૂર્વે ભાજપમાંથી રાજીનામું આપનારા રાજેન્દ્ર ત્રિવેદીએ સિનિયર મંત્રીને બદલે વાઘાણીને બોલવાની તક આપતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. વાઘાણી પછી સિનિયર મંત્રી ચુડાસમાને તક આપવામાં આવી હતી.
14મી વિધાનસભાના બીજા સત્રમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શોકાજંલિના કામકાજમાં પણ વર્ષોથી ચાલતી પરંપરાનો છેદ ઉડાડ્યો હોત તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેના કારણે ચર્ચાનો વિષય બન્યો હતો.
શોક પ્રસ્તાવ પરથી ચર્ચામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પછી સંસદીય બાબતોના મંત્રી અને સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પોતાના વિચારો વ્યક્ત કરવા ઊભા થયા ત્યારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ઈશારો કરી બેસાડી દીધા હતા ત્યાર બાદ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીને બોલાવાની તક આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -