ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કોણે આપ્યું આવું નિવેદન અને શું કહ્યું
આજ રોજ ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ હાલ દેશ અને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજબરોજ નવી વિક્રમી સપાટી પહોંચી રહ્યા છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડીને મોંઘવારીથી પીડાતી પ્રજાને થોડી રાહત આપી છે. ગુજરાત સરકારે પણ વિધાનસભા ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલ વેટ ઘટાડીને ભાવમાં થોડી રાહત આપી હતી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પેટ્રોલ-ડીઝલ પર વેટ નહીં ઘટાડવામાં આવે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો છે. તેમજ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા ટેક્સ છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25 થી 30 ટકા ટેક્સ છે. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના ખૂબ ઓછી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -