શાળા સંચાલકોની મરજી પ્રમાણે વાલીઓએ ભરવી પડશે ફી, સરકારે હાથ કર્યા ઉંચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2018 06:10 PM (IST)
1
ચુડાસમાએ કહ્યું કે, ફીનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને હાઇકોર્ટના ચુકાદા પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. જેથી વાલીઓએ શાળા સંચાલકોના કહેવા પ્રમાણે સ્કૂલ ફી ભરવાની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ફી રિવિઝન કમિટિ નક્કી નહી કરે ત્યાં સુધી સ્કૂલના સંચાલકો વાલીઓ પાસેથી મનફાવે તેટલી ફી વસૂલી શકશે. વાલીઓએ પણ શાળાની મરજી પ્રમાણે ફી ભરવી પડશે.
3
ગાંધીનગરઃ વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેવી શિક્ષણ ફી વસૂલતી પ્રાઇવેટ સ્કૂલો પર લગામ લગાવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. મોટા મોટા હોર્ડિંગ લગાવી વાહવાહી લૂંટનાર ગુજરાત સરકાર શાળા સંચાલકોની લૂંટને રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -