ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પર થશે ચર્ચા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કાર્યાલય દ્ધારા વિધાનસભા સચિવાલય કાર્યાલય પાસે સત્તાવાર ગૃહમાં થયેલા તોફાનના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધ્યક્ષ દ્ધારા કોગ્રેસના ધારાસભ્યોને 3 વર્ષ અને 1 વર્ષના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ક્યા નિયમોને આધારે કરવામાં આવ્યા છે તેની વિગતો માંગવામાં આવી હતી.
અવિશ્વાસની દરખાસ્તને લઈ અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદીની ચેંબરમાં બેઠક શરૂ થઈ હતી. જેમાં સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, દંડક પંકડ દેસાઈ, અને પૂર્વ અધ્યક્ષ રમણલાલા વોરા પણ હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પર ઈતિહાસમાં પ્રથમવાર આવતીકાલે ચર્ચા થશે.
ગાંધીનગરઃ ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે પક્ષપાતી વલણ અપનાવાના વિપક્ષના આરોપો બાદ અવિશ્વાસની દરખાસ્ત પર બપોરે 12 વાગ્યે ચર્ચા કરવામાં આવશે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અધ્યક્ષ પર પક્ષપાતી વલણ રાખવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સામે પક્ષપાતી વલણનો આરોપ લગાવી અવિશ્વાસની દરખાસ્ત વિધાનસભા સચિવને આપી હતી. આવતીકાલે બપોરે 12 વાગ્યે બાદ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -