ફી નિયમન સમિતિઓની જાહેરાત, જાણો કયા ઝોનની સમિતિમાં કોણ નિમાયું?
આ સાથે તેમણે શાળા સંચાલકો ને હિસાબો રજુ કરવા 15 જૂન સુધીનો સમય આપ્યો હતો. આ પછી તેમણે અમદાવાદ સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્રસચિવ સી. એલ. મીનાના નામની જાહેરાત કરી હતી. જ્યારે સુરત સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જીલ્લા ન્યાયાધીશ અશોકભાઇ દવેની નિમણૂક કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ સમિતિના અધ્યક્ષ તરીકે એમ.પી. શેઠની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરાની સમિતિ વિચારણા હેઠળ છે. એકાદ દિવસમાં જાહેરાત કરાશે.
ગાંધીનગરઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ફી નિયમન સમિતિઓની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે શાળા સંચાલકોએ ફી નિયમનના કાયદાને પડકાર્યો તે અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ફી નિયમન કાયદાને શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં પડકારી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ કોઈ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી. હાઇકોર્ટના નિર્ણયને આવકારું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -