મોદી હાર્દિક સહિતના પાટીદાર નેતાઓને મળશે કે નહીં ? જાણો પ્રદીપસિંહે આપ્યો શું જવાબ ?
સેલવાસમાં જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે 3.30 કલાકે સેલવાસથી બોટાદ જવા રવાના થશે. 4.30 કલાકે બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે નર્મદા નિરના વધામણાં કરી સૌની યોજનાના પહેલા તબક્કાની લિંક 2નું ઉદ્ઘાટન કરશે. બોટાદમાં પણ મોદી જાહેરસભાને સંબોધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી 17 એપ્રિલના રોજ દીનોદ-બોરીદ્રા-કાંટવા સિંચાઈ યોજનાનું ખાતમૂહર્ત કરશે. બાદમાં વ્યારા ગામ અને તાપી જિલ્લા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધશે. બપોરે એક વાગ્યે સેલવાસમાં દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએકહ્યું હતું કે સુરત શહેર પોલીસના2,000 તેમજ રાજ્યનાઅન્ય વિસ્તારના 3,000 મળી કુલ 5,000 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલના રોજ સાંજે 6:45 કલાકે મોદી એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રોડ શો કરશે. આ અંતર 11 કિલોમીટર છે. સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરશે.
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એપ્રિલના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલને મોદીને મળવા દેવામાં આવશે કે નહીં તે અંગે પૂછાયેલા સવાલના જવાબમા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી છે અને તેમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો શક્ય નથી.
ગૃહમંત્રી જાડેજા એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ વડાપ્રધાનને મળવાની માંગણી કરી છે ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ સુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તે સિવાય મોદી 400 કરોડના સુમુલ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -