ગાંધીનગરમાં કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ? કોંગ્રેસે ભાજપ પર શું લગાવ્યો આરોપ, જાણો વિગત
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા કેતન પટેલનાં પત્ની પણ મેયર પદની હોડમાં હોવાને કારણે અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા મેયર પદની ચૂંટણી બંધ રાખવાની માગ કરાઈ છે. જોકે, ભાજપ દ્વારા કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને ફગાવી દેવાયા છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહીના ભાગરૂપે અંકિત બારોટની શોધખોળ શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ભાજપા પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા ચેતન પટેલ દ્વારા અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું છે. અંકિતના મામાના દિકરા કેતન પટેલ અને ગીરીશ મગન પટેલ 5 મીનિટનું કામ છે કહીને લઈ ગયો હતો. ત્યાર બાદ તેનો ફોન સ્વીચ ઓફ કરીને અજાણ્યા સ્થળે અંકિત બારોટને ગોંધી રાખવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં સોમવારે મેયર પદ માટેની ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગરમાં મેયરની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ પાસે 16 સભ્યો છે જ્યારે કોંગ્રેસના 15 સભ્યો છે.
ગાંધીનગરના કોર્પોરેટ અંકિત બારોટનું મોડી રાત્રે અપહરણ કરવામાં આવતાં તેમનાં પત્ની ભૂમિકા બારોટે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અંકિત બારોટનું અપહરણ થયાની જાણ થતાં જ કોંગ્રેસના ગાંધીનગરના ધારાસભ્ય સીજે ચાવડા સહિતના કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો સેક્ટર-21 પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા મેયર પદની ચૂંટણી રદ્દ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -