ગાંધીનગરઃ બોયફ્રેન્ડ હોવા છતાં યુવતીએ બીજા સાથે બાંધ્યા સેક્સ સંબંધ. ફ્રેન્ડે બોયફ્રેન્ડને કહી દેતાં શું આવ્યો અંજામ ?
ગાંધીનગરઃ હાથીજણ સર્કલ પાસેથી મળેલી લાશની તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મહિલાની હત્યા તેની ફ્રેન્ડ અને તેના બોયફ્રેન્ડ મળીને કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલના હાથ પર ચિતરેલા ટેટૂને આધારે તપાસ કરતાં સમગ્ર હત્યા પ્રકરણ ઉકેલાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસને માહિતી મળી હતી કે, મૃતક મહિલા ગીતાબેન(ઉ.વ.43) ગાંધીનગર સેક્ટર-25ના પેટા પરા ફતેહપુરા ગામની દીકરી છે. જેમને બે સંતાનો પણ છે. એટલું જ નહીં, તેઓ ધાર્મિક પ્રવૃત્તિવાળા હોવાનું અને તેમણે ઘરે દશામાનું મંદિર બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. એટલું જ નહીં, તેઓ આ વિસ્તારમાં ભૂવા તરીકે પ્રસિદ્ધ હોવાનું પણ સામે આવ્યું હતું.
અકળાયેલા જૂલી અને ભરતે ગીતાબેનની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું અને કાવતરાના ભાગરૂપે જ ગીતાબેનને હાથીજણ પાસે લગ્નવાંચ્છુકોની મીટિંગના બહાને બોલાવ્યા હતા અને અહીં તેમની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
આ પ્રેમપ્રકરણ ચાલું જ હતું, ત્યાં જૂલી રાણપુર તાલુકાના નાના વાવડીના ભરત પાડલિયાના સંપર્કમાં આવી હતી અને તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ અંગે ગીતાબેનને જાણ થઈ જતાં તેમણે જૂલીના પહેલા પ્રેમી કમલેશને કરી દીધી હતી. આથી જૂલી અને ભરત અકળાયા હતા.
ગીતાબેનની હત્યા પ્રકરણમાં ઊંડાણ પૂર્વક તપાસ કરતાં પોલીસને તેમની ફ્રેન્ડ જૂલી ભાટિયા અંગે વિગતો મળી હતી. જૂલીના અગાઉ ઇશનપુર ખાતે રહેતા નિલેશ રાણા સાથે લગ્ન પછી છૂટાછેડા થયેલા છે. તેમજ છૂટાછેડા પછી જૂલી ઘોડાસરના કમલેશ ચૌહાણના પ્રેમમાં પડી હતી. આ સમગ્ર હકિકત ગીતાબેન જાણતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -