પત્ની સાથે સેક્સસંબંધની હતી શંકા, ઘરે બોલાવી યુવકની કરી હત્યા
પોલીસે સુનીલભાઇની ફરીયાદનાં આધારે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. નાનકડા શાહપુરમાં આ હત્યાને પગલે ચકચાર તથા ઉતેજનાં ફેલાઇ હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપી અમરાજીને તેમનાં પત્નિ સાથે ગોવિંદજીનાં આડાસંબંધોની શંકા હતી. આ બાબતે થોડા સમય પહેલા પણ ઝઘડો થયો હતો અને ગોવિંદજીએ તેમનાં ઘર તરફ જવાનું બંધ કર્યુ હતુ. પરંતુ મંગળવારે રાત્રે ફોન આવ્યો ને ગોવિંદજી નીકળ્યા બાદ અમરાજી તથા દશરથજી દ્વારા બોલાવીને તેમની હત્યા કરવામાં આવી છે.
ગોવિંદજી ભાઇ સુનિલે અમરાજી નેનાજી ઠાકોર તથા તેમનાં ભાઇ દશરથ નેનાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોઁધાવી છે. ફરીયાદ પ્રમાણે મોડી 10.30 વાગ્યાનાં અરસામાં ગોવિંદજીને કોઇનો ફોન આવતા નીકળી ગયો હતો અને થોડીવાર બાદ રમેશજી ગાંડાજીનાં મકાન પાસે પડ્યો હોવાની માહિતી મળી હતી. સ્થળ પર પહોચ્યા તો હત્યા કરાયેલી હાલતમાં ગોવિંદજી મળ્યા હતા.
શાહપુર ગામનાં પરાવાસમાંથી ગોવિંદજી ઉર્ફે માઇકલ વિષ્ણુજી ઠાકોરની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ગોવિંદના માથા, કાન તથા ગળા ભાગે તિક્ષ્ણ હથીયારોનાં ઘા જોવા મળ્યા હતા.
ગાંધીનગરઃ ગાંધીનગરના શાહપુર ગામમાં પત્ની સાથે આડાસંબંધોની શંકા રાખી એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. બે સગાભાઇઓ દ્વારા ગામનાં 34 વર્ષીય યુવકની હત્યા કરી નાંખવાનો મામલો સામે આવ્યો છે. પત્નિ સાથે આડાસંબંધોની શંકા સાથે ગુસ્સે ભરાયેલા પતિ અને તેના મોટાભાઇએ તિક્ષ્ણ હથિયારોથી હત્યા કરી દીધી હતી. ડભોડા પોલીસે હત્યાનો કેસ નોઁધી તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -