મહેસાણામાં નીતિન પટેલના પ્રતિક ઉપવાસ, CM રૂપાણી ન મળ્યા જોવા
ગાંધીનગરઃ સંસદનું બજેટ સત્રમાં વિપક્ષ દ્ધારા અવરોધ ઉભો કરી કામકાજ નહી કરવા દેવાના વિરોધમાં આજે વડાપ્રધાન મોદી સહિત ભાજપન સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો પ્રતિક ઉપવાસ કર્યો હતો. ગુજરાતમાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્ધારા ઉપવાસ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આજે એક દિવસના પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.
મળતી વિગતો અનુસાર, અગાઉ મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદમાં ઉપવાસ કરવાના હતા પરંતુ બાદમાં તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા, શિક્ષણમંત્રી અમદાવાદ, ગૃહ રાજ્યમંત્રી જાડેજા સુરતમાં ઉપવાસ પર બેઠા હતા. મંત્રીઓ સિવાય ભાજપના સાંસદો, ગુજરાતના ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિત જનપ્રતિનિધિઓએ પણ પ્રતિક ઉપવાસ કર્યા હતા.