ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતાના બંગલાના ક્વાર્ટરમાં યુવતીએ કર્યો આપઘાત? શું છે કારણ? જાણો વિગત
સેજલબેનની સાસરીમાં કૌટુંબિક ઝઘડાને લઈને સેજલબેન તથા તેમનાં બે વર્ષનાં પુત્રને સાસરીનાં લોકો ગાંધીનગર વિષ્ણુભાઈ પાસે મૂકી ગયા હતા. મંગળવારે સવારે વિષ્ણુભાઇ, તેમનાં માતા તથા ભાણેજને લઈને બાઈક લઈને ઈન્દ્રોડા ગામે સંબંધીને ત્યાં ગયાં હતાં.
આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. સેજલબેનનાં પિયરજનોનાં જણાવ્યા અનુસાર સેજલબેનને પતિ દ્વારા ખોટી શંકા રાખીને હેરાન કરવામાં આવતાં હતાં અને ત્રાસ આપવામાં આવતો હતો.
અંતિમ ક્રિયા બાદ આ અંગે ફરિયાદ બાબતે નિર્ણય લેવાનું જણાવ્યું હતું. મંગળવારે સવારે રોજની જેમ સેજલબેને માતાની જગ્યાએ બંગલામાં કામ પણ કર્યું હતું અને પછી ક્વાર્ટરમાં ગયાં અને આ પગલું ભર્યું હતું.
સેજલબેન ઘરે એકલા હતા. આ દરમિયાન 9 વાગ્યાનાં અરસામાં જાડેજાની કારનાં ડ્રાઈવર શૈલેષભાઇ ઠાકોર સર્વન્ટ રૂમમાં કારની ચાવી લેવા જતાં દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા બારીમાંથી જોતાં સેજલબેન ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. શૈલેષભાઇએ વિષ્ણુભાઇને જાણ કરી હતી.
મૂળ કડીનાં કાસવાનાં વતની વિષ્ણુભાઇ રાયમલભાઇ દેસાઈ તથા તેમનાં માતા લાડલીબેન છેલ્લા છ વર્ષથી સર્વન્ટ તરીકે કામ કરી રહ્યા છે. જેઓને સર્વન્ટ ક્વાર્ટર ફાળવવામાં આવેલું છે.
ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા પૂર્વ મંત્રી આઈ કે જાડેજાને ત્યાં સર્વન્ટ તરીકે રહેતા રબારી પરિવારની પુત્રી સેજલબેને સાસરીમાં અણ બનાવને લઇને બે દિવસ પહેલા પિયર ગાંધીનગર આવ્યાં હતાં. જાડેજાને બંગલે માતા તથા ભાઈ સાથે સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતાં હતાં. મંગળવારે સવારે સેજલબેને સર્વન્ટ રૂમમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.