ગ્રાન્ટેડ માધ્ય. શાળાઓના ફિક્સ પગારદારો આનંદો, મળશે ખાસ વધારાનું ભથ્થું
હાલમાં જેમને 7100નો ફિક્સ પગાર મળે છે તેને ફિક્સ પગાર ઉપર માસિક ભથ્થુ 1900 મળશે ઉપરાંત દર વર્ષે ખાસ ભથ્થામાં વાર્ષિક 1500 રૂપિયાનો વધારો મળશે. જ્યારે 7800નો ફિક્સ પગાર મેળવનારને માસિક 2200નું ભથ્થું મળશે જેમાં વાર્ષિક 1500નો વધારો મળશે. જ્યારે 13500નો ફિક્સ પગાર મેળવનારને માસિક 1500 ભથ્થુ મળશે જેમાં વાર્ષિક 1500 રૂપિયાનો વધારો મળશે. જ્યારે 13700નો ફિક્સ પગાર મેળવનારને માસિક 1800 ભથ્થુ મળશે જેમાં વાર્ષિક 1500નો વધારો મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઠરાવને પગલે કર્મચારીઓને માસિક ખાસ ભથ્થામાં 1500થી 2200 રૂપિયાનો વધારો મળશે તેમજ દૈનિક ભથ્થામાં 70થી 140નો વધારો મળશે. તેમજ 12 પરચુરણ રજાઓ ઉપરાંત આકસ્મિક 15 રજાઓ મળશે તેમજ તબીબી સારવાર 'મા કર્મયોગી' યોજના માટેનાં લાભો મળશે.
ગાંધીનગરઃ રાજ્યની બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારથી કાર્ય કરતા શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો તથા સાથી સહાયકોને તેમના ફિક્સ પગારમાં ખાસ ભથ્થુ આપવા તથા સેવાની શરતો સુધારવામાં આવતાં રાજ્યનાં ફિક્સ પગારનાં કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પહેલા સરકારના નાણાં વિભાગ દ્વારા ઓક્ટોબર 2015માં રાજ્યના તમામ ફિક્સ પગારના કર્મચારીઓને પગાર ઉપરાંત 1500થી 2000 સુધીનું મહેનતાણું અને વધારાનું ભથ્થુ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો અમલ સરકારની સીધી ભરતીના ફિક્સ પગારના કર્મચારીઓ માટે કરી દેવાયો હતો. પરંતુ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના કર્મચારીઓ માટે કરવામાં આવ્યો ન હતો. જેને લઈને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવામાં આવતી હોઈ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકોને પણ ખાસ ભથ્થુ આપવાનો ઠરાવ કર્યો છે. જેને લઈને રાજ્યના 5000થી વધુ શિક્ષણ અને વહિવટી સહાયકોને હવે માસિક પગાર ઉપરાંત ખાસ વધારાનું ભથ્થુ તેમજ સરકારની કામગીરી માટે ખાસ એલાઉન્સ અને સરકારી નિયમ મુજબની રજાઓને લાભ પણ ળશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 26-09-2016ના રોજ ઠરાવ ક્રમાંક બમશ/1115/22/ગથી બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર રાજ્ય બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારથી કાર્ય કરનાર શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો તથા સાથી સહાયગોને નાણાં વિભાગનાં તા. 20-10-2015ના ઠરાવ મુજબ ફિક્સ પગાર પર ભથ્થુ આપવાનો તથા સેવાની શરતોમાં થયેલા સુધારાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -