✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે સિવિલમાં ખોટી જગાએ કાર પાર્ક કરી ને ગાર્ડે પાર્કિંગમાં મૂકવા કહેતાં ગયો પિત્તો, પછી શું કર્યું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2017 09:51 AM (IST)
1

ગાંધીનગર: વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને નોકરીમાંથી કઢાવી મૂક્યો છે. રમણલાલ વોરા હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે ખોટી જગાએ કાર પાર્ક કરી હતી. ગાર્ડે તેમનું ધ્યાન દોરતાં તેમનો પિત્તો ગયો ને ગાર્ડને નોકરીમાંથી કઢાવી મૂક્યો.

2

સિક્યુરિટી ગાર્ડે આ અંગે કહ્યું હતું કે, 'સાહેબ અમે નાના માણસ છીએ. અમે સરળતાથી જ કહ્યું હતું. જે અમને સર્જન દ્વારા કહેવામાં આવતું હોય છે કે અહિંયા કોઇનું વાહન હોવું જોઇએ નહિં.' ગાર્ડે પોતાની ફરજ બજાવી એ સંજોગોમાં સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની ફરજ છે કે તેનું રક્ષણ કરે.

3

ગાર્ડે પોતાને કાકા કહેતાં જ વોરાએ પિત્તો ગુમાવ્યો હતો અને સિક્યુરીટી ગાર્ડને ધમકાવ્યો હતો. આ બાબતની જાણ સિવિલના સત્તાધિશોને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને મામલો ઠંડો પાડી દેવાયો હતો. જો કે વોરાને કાકા શબ્દના વેણ વાગી જતાં તેમણે ફરિયાદ કરીને સિક્યુરીટી ગાર્ડની નોકરી છોડાવી દીધી હતી.

4

વોરા અને તેમનો દીકરો કારને તાત્કાલિક સારવારના દરવાજા આગળ પાર્ક કરી હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. આ જોઈ તાત્કાલિક સારવાર માટે આવતા દર્દીને તકલીફ ન પડે તે માટે ત્યાં હાજર સિક્યુરીટી ગાર્ડે રમણલાલને કહ્યું હતું કે 'કાકા તમારી કારને પાર્કિગમાં મુકી આવો, અહીં એમ્બ્યુલન્સ ક્યારે આવે તેનુ કોઇ નક્કી હોતુ નથી.'

5

આ સાંભળતાં જ વોરાએ પિત્તો ગુમાવ્યો અને ગાર્ડને 'ગધેડા, મને ઓળખતા નથી' કહી ધમકાવ્યો. તેમણે હોસ્પિટલ તંત્રને ફરિયાદ કરીને ગાર્ડ નોકરીમાંથી કાઢી મૂકાવ્યો હતો. ગાંધીનગર સિવિલમાં રમણલાલ વોરાએ પહેલાં પોતે મંગળવારે સવારે 9 વાગે આવશે તેમ કહેવડાવ્યું હતું પણ સાંજે પોતાના દિકરા સાથે પ્રાઈવેટ કારમાં ગયા હતા.

6

રમણલાલ વોરા આંખની સારવાર કરાવવા પ્રાઇવેટ કારમાં મંગળવારે સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. સ્પીકરે તાત્કાલિક સારવાર આગળ કારને ઊભી રાખી. ત્યાં ઉભો રહેલો સિક્યુરીટી ગાર્ડ તેમને ઓળખી ન શક્યો. આ કારણે જ તેણે રમણલાલને કહ્યું કે, 'કાકા, તમારી કારને અહીં ન મૂકો. પાર્કિગમાં મૂકી આવો.'

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે સિવિલમાં ખોટી જગાએ કાર પાર્ક કરી ને ગાર્ડે પાર્કિંગમાં મૂકવા કહેતાં ગયો પિત્તો, પછી શું કર્યું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.