રાજ્યના ટોચના 12 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
શહેરી આવાસના સચિવ મિલિન્દ તોરવણેને નાણા વિભાગના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. મનિષ ભારદ્વાજને રાહત કમિશનરપદેથી બદલીને નાગરિક પુરવઠા વિભાગમાં મેનેડિંગ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. નવિન ઉપાધ્યાયને માહિતી અને પ્રસારણનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
પુરવઠા નિગમના એમડી સી.વી.સોમને શહેરી આવાસમાં મૂકાયા છે. માહિતી નિયામક એ. જે. શાહને રાહત નિયામક તરીકે મૂકાયા છે. ઉદ્યોગ સચિવના પદ પરથી નિવૃત્ત થયેલા પી.કે. તનેજાની ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલના પદ પર નિમણૂક કરાઈ છે.
સંજીવકુમારને નાણા વિભાગમાં જ ખર્ચમાંથી આર્થિક બાબતોની જવાબદારી સોંપાઇ છે જ્યારે મોના ખંધારને ગ્રામ વિકાસ કમિશનર બનાવાયા છે. જયંતી રવિને આરોગ્ય કમિશનર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઇ છે. આરોગ્ય કમિશનર જે.પી.ગુપ્તાને જળ સંપત્તિ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો હવાલો સોંપાયો છે.
બદલીઓના આ દૌરમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ પંકજ કુમારને મહેસૂલ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશ પુરીને જલ સંપત્તિ વિભાગમાંથી શહેરી વિકાસ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે વહીવટીતંત્રમાં ફેરબદલનો કાર્યક્રમ ચાલુ રાખીને રાજ્યના ટોચના 12 આઈએએસ અધિકારીઓની મંગળવારે રાત્રે બદલી કરી હતી. જેમની બજલી કરાઈ છે તેમાં પંકજ કુમાર, મિલિન્દ તોરવણે, જે.પી. ગુપ્તા, સી.વી. સોમ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.