અડાલજથી ગાંધીનગર રોડ કોમર્શિયલ ઝોન જાહેર, જાણો શું શું બનશે
કુડાસણ, અંબાપુર, પોર, સરગાસણ-૧, તારાપુર, ઉવારસદ ગામોમાં જનરલ એગ્રિકલ્ચર ઝોન અને નેચરલ ગામ તળ હતાં તેને રિલીઝ કરીને ત્યાં રેસિડેન્શિયલ ઝોન આર-પ જાહેર કરાતાં રિયલ એસ્ટેટ બિઝનેસ વધશે કેટલાક ગામોને રેસિડેન્શિયલ ઉપરાંત કોમર્શિયલ બંને ફાયદા મળશે, જેમાં કોલવડા, વાવોલ, ઉવારસદ, વાસણા, હડમતિયા, રાંદેસણ ગામનો કેટલોક વિસ્તાર એગ્રિકલ્ચર ઝોનમાંથી દૂર કરી રેસિડેન્શિયલ-પ જાહેર કરાયો છે. જ્યારે કોલવડા અને પેથાપુરના કેટલાક પોકેટ એરિયાના એગ્રિકલ્ચર ઝોનને દૂર કરી ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઉમેરાયો છે. અડાલજનો પોકેટ-૧૪ વિસ્તાર રિક્રિએશન ઝોનમાં હતો તેને આર-પ જાહેર કરાયો છે. જેથી અડાલજને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને ફાયદા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે સેકટર-પ-ર૧-ર૪માં ગ્રાઉન્ડ ઉપરાંત બે માળ વધુની પરવાનગી મળશે. ૭પ૦ ચો.મી. સુધીની ઇમારત રપ મીટર રાખી શકાશે અને રોડ સાઇડ માર્જિન ૬ મીટર હોય તો ઇમારતની ઉંચાઇ ૪પ મીટર સુધી રાખી શકાશે. આ અંગે ગુડાના ચેરમેન આશિષ છોએ જણાવ્યું હતું કે ગુડાના નવા વિકાસ પ્લાનથી અમદાવાદ-ગાંધીનગરને બે નવા રિંગરોડ મળતાં ટ્રાફિક સરળ થશે. લોકોનાં ઘરના ઘરની તકો વધશે અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન ઉમેરાતા રોજગારીની તકો વધશે.
ગિફટ સિટીની પૂર્વ દિશામાં નવો રિંગ રોડ બનશે જેમાં અમદાવાદનો ટ્રાફિક ગાંધીનગરમાં પ્રવેશ વગર સીધો ગિફટ સિટી જશે. મહાનગરપાલિકા વિસ્તારના સેકટર ૬-૧ર-૧૬ અને ર૩માં હજાર ચો.મી. કે મોટા પ્લોટમાં ગ્રાઉન્ડ ઉપરાંત ૭ માળ અને તેનાથી નાના પ્લોટમાં ગ્રાઉન્ડ ઉપરાંત ૩ માળની પરવાનગી મળશે.
એસજી હાઇવેને હવે કોમર્શિયલ ઝોન જાહેર કરાતાં અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ટ્વિનસિટી પ્રોજેકટમાં અમદાવાદની હદ પૂરી થયા પછી ગાંધીનગરની હદની શરૂઆતમાં આવતા સરગાસણ, તારાપુર અને અડાલજ ગામોમાં અત્યાર સુધી રેસિડેન્શિયલ ઝોન-પ અમલી હતો, જે હવે કોમર્શિયલ ઝોન જાહેર થતાં હાઇવેની પેરેલલ નવાં કોમર્શિયલ મકાનો જોવા મળશે. ગાંધીનગરને જોડતા ઉવારસદ, તારાપુર, સરગાસણ, પોર, કુડાસણ ગામના રોડ ૬૦ મીટર પહોળા થશે. જ્યારે શિહોલી, પ્રાંતિયા, ચિલોડા, ડભોડા, વલાદ, પિરોઝપુર, ગામના રસ્તા ૩૬, ૪પ અને ૬૦ મીટર પહોળા થશે. રતનપુર, ચિલોડા હાઇવેને ૯૦ મીટર પહોળો કરાશે જ્યારે કુડાસણ, રાયસણ અને કોબાના રસ્તાને ૮૦ ફૂટ પહોળા કરાશે. કુડાસણ, વાવોલ, પેથાપુર, કોલવડા, રાંધેજા, તારાપુરને જોડતા રોડ ૩૦ મીટર પહોળા કરાશે.
ગુડા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ ડેવલપમેન્ટ પ્લાનમાં ગ્રીન બેલ્ટને જાળવી રાખવામાં આવ્યો છે પરંતુ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઝોનના વધારા સાથે ગાંધીનગર જીઆઇડીસીમાં નવા ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં પણ વધારો થશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ર૦ સ્કવેર કિ.મી.નો રેસિડેન્શિયલ લેન્ડ સપ્લાય મળવાના કારણે અમદાવાદ-ગાંધીનગર સાચા અર્થમાં ટ્વિન સિટી બનશે અને એસજી હાઇવે પર ઇન્ટરનેશનલ કક્ષાનો વિકાસ શક્ય બનશે.
અમદાવાદ: અમદાવાદ-ગાંધીનગરની કનેક્ટિવિટીને વધારતો ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગુડાનો ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરાયો છે. જે મુજબ એસ.જી. હાઈવેના અડાલજથી ગાંધીનગર સુધીના પટ્ટાને કોમર્શિયલ ઝોન જાહેર કરાયો છે. જેના કારણે હવે કોબા ગાંધીનગર રોડની જેમ જ અડાલજથી ગાંધીનગર સુધી રોડની બંને તરફ કોમર્શિયલ બાંધકામ સાથે હવે મલ્ટિ સ્ટોરી બિલ્ડિંગ, શોપિંગ મોલ, થિયેટર સહિતની મોટી ઇમારતો જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -