શિક્ષણ વિભાગે તમામ જિલ્લા DEOને લખ્યો પત્ર, શિક્ષણ સહાયકો વિરોધપ્રદર્શનમાં હાજર ન રહે તેવો આદેશ
ગાંધીનગરઃ ગાંધીનગરમાં શિક્ષણ સંઘ દ્ધારા આયોજીત વિરોધ પ્રદર્શનમાં શિક્ષણ સહાયકો હાજર ન રહે તે માટે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના ડીઇઓને પત્ર લખ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક સંઘના વિરોધને પગલે તમામ શાળાઓને શિક્ષણ વિભાગે સૂચના આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકો આ કાર્યક્રમમાં હાજર ન રહે તે માટે આપની કક્ષાએથી તમામ શાળાઓને જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે.
શિક્ષક સંઘ દ્ધારા 24 જૂનના રોજ સત્યાગ્રહ છાવણીમાં પગાર અને સળંગ નોકરીના મુદ્દે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ સહાયકો દ્ધારા રામધૂન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોને હાજર ન રહેવા સંયુક્ત શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -