વિધાનસભાની ચાર મહત્વની સમિતિઓની કરાઇ રચના, કોણ બન્યા પ્રમુખ? કોગ્રેસના ક્યા ધારાસભ્યને સ્થાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Apr 2018 06:26 PM (IST)
1
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ દ્ધારા વિધાનસભાની અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી. અધ્યક્ષ દ્ધારા અંદાજ સમિતિ, જાહેર સાહસોની સમિતિ, જાહેર હિસાબની સમિતિ અને પંચાયતી રાજની સમિતિઓની રચના કરાઇ હતી.
2
આ સાથે અધ્યક્ષે સમિતિઓના સભ્યો અને પ્રમુખોની પણ નિમણૂક કરી હતી. ભૂજથી ભાજપના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને અંદાજ સમિતિ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશને હિસાબ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
3
4
5
6
7
તે સિવાય પૂર્વ મંત્રી બાબુબાઈ બોખીરિયાને જાહેર સાહસોની સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. વિજાપુરથી ભાજપના ધારાસભ્ય રમણભાઈ પટેલને પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને જાહેર હિસાબ સમિતિમાં જ્યારે જીગ્નેશ મેવાણીને પંચાયતી રાજ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.