સૌરાષ્ટ્રમાં નારાજ લોકોને ખેંચવા ભાજપે બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, આ સ્ટાર પ્રચારકો કરશે પ્રચાર, જાણો વિગતે
ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ મતદાનના આડેના ગણતરીના દિવસો હશે ત્યારે એક પછી એક કાર્યક્રમ યોજાશે. અલબત, રાજકોટ શહેર ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, હજુ કોઈ તારીખો જાહેર થઈ નથી પણ પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રના બધાં જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમ ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકો અભિનેત્રી હેમામાલિની, અનુપમ ખેર, કિરણ ખેર, ગાયક બાબુલ સુપ્રિયો ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમો પણ યોજાશે.
પાટીદાર આંદોલન ઉપરાંત હવે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ટિપ્પણી ઉપર રાજપુત સમાજ પણ નારાજ થયો છે. આવી સ્થિતિમાં સ્ટાર પ્રચારકો ઉતારીને મતદારોને અંકે કરવામાં આવનાર છે.
સૌરાષ્ટ્રમાં આ વખતે ગ્રામિણ વિસ્તારના મતદારો ભાજપથી નારાજ હોવ તેવું લાગી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તેનું પરિણામ પણ જોવા મળી ગયું હતું. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પછી સ્થિતિમાં સુધારો કરી શકાયો નથી.
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની બંન્ને પક્ષો દ્વારા જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નારાજ મતદારોને મનાવવા માટે ભાજપ દ્વારા મોદી મેજીકનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં એક એક રેલી અને સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું જાણવા મળ્યું છે. નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતારવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -