અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલમાં દરોડો, 14 કરોડપતિઓ શું કરતાં ઝડપાયા ?
ઉપરાંત રાજેન્દ્ર થાવાણી (રહે, સત્કારબંગલો,નાના ચિલોડા), રમેશભાઈ હરચંદાણી (રહે, કર્ણાવતી રેસીડેન્સી, કુબેરનગર), વિજયભાઈ રામચંદાણી (રહે, ગોપાલ પાર્ક સોસાયટી, સરદારનગર) અને કિશનભાઈ ઉદાણી (રહે, સરદારનગર)નો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના ભાટ પાસે આવેલી જાણીતી નારાયણી હાઈટ્સ હોટલમાં ચાલી રહેલા જુગારધામ પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્ધારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના આ દરોડામાં જુગાર રમતા 14 કરોડપતિઓ ઝડપાયા હતા.
તે સિવાય પ્રદીપકુમાર બાલાણી (રહે, વેદ બંગલો, નાના ચિલોડા, કુબેરનગર), નારણ ચૌધરી (રહે,પાર્થ સોસાયટી, નાના ચિલોડા),કમલ ચંદલાણી (રહે,શુકન એવન્યુ, સરદારનગર) ગોવિંદ ધરવાણી (રહે, સરદારગામ, કુબેરનગર), ઘનશ્યામ સાદવાણી (રહે, તીર્થધામ એપાર્ટમેન્ટ, બોડકદેવ), અનિલ ખુબાણી (રહે, સત્કાર સ્ટેટસ, કુબેરનગર).
આ વેપારીઓ પાસેથી રૂપિયા ૬૬ લાખની રોકડ રકમ ઉપરાંત ૨૩ જેટલા મોબાઈલ ફોન તેમજ આ સાથે ત્રણ જેટલી લકઝરી બસ પણ જપ્ત કરવામા આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં અમીત અભિચંદાણી (રહે, આંબાવાડી, સરદારનગર), રાજેશ ગોલાણી (રહે, સત્કાર સ્ટેટસ બંગલો, સરદારનગર), ઉમેશ દેવલાણી (રહે, સીટી સેન્ટર, નરોડા), ભગવાનદાસ જેઠાણી (રહે, સાધુવાસવાણી બંગલો, સરદારનગર).
પોલીસના કહેવા પ્રમાણે તમામ આરોપીઓ અમદાવાદના સરદારનગર અને કુબેરનગરના રહેવાસી અને વેપારીઓ છે અને શનિવાર તથા રવિવારે ખાસ જુગાર રમવા માટે તેઓએ હોટલના રૂમ બુક કરાવ્યા હતા. તમામને અડાલજ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, એસઓજીના પી.આઈ.પરેશ સોલંકી અને તેમના સ્ટાફને એવી માહિતી મળી હતી કે કોબા હાઈવે ઉપર આવેલી નારાયણી હોટલના રૂમ નંબર-૫૦૨ અને ૫૦૩માં કેટલાક લોકો મોટાપાયે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ગઈકાલે રાત્રે દરોડો પાડી ૧૪ જેટલા લોકોની ધરપકડ કરી હતી.
પોલીસ દરોડામાં વેપારીઓ પાસેથી ૬૬ લાખ રૂપિયા રોકડા ઉપરાંત ૨૩ મોબાઈલ અને ત્રણ લકઝરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 14 કરોડપતિઓ ઝડપાતા સરદારનગર-કુબેરનગર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, અમદાવાદથી સરદારનગર અને કુબેરનગરના કરોડપતિ વેપારીઓ જુગાર રમવા માટે લકઝરી ભરીને હોટલમાં પહોંચ્યા હતા. દરમિયાન પોલીસને આ અંગેની જાણકારી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -