ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ, જાણો કોને મળશે લાભ ?
ગાંધીનગરઃ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરતાં નાણાં મંત્રી નીતિન પટેલે ધોરણ 12 પછીના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓને ફાયદો કરાવતી બહુ મોટી જાહેરાત કરતાં તેમને રાહત દરે ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓએ માત્ર 1000 રૂપિયાની રકમ આપવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિન પટેલે કહ્યું કે, ગુજરાતનું યુવાધન પોતાની બુદ્ધિ અને કુશળતાથી વિશ્વમાં ડંકો વગાડવાની હામ રાખે છે. તેમની ક્ષમતાને સાકાર કરવા અને વૈશ્વિક જ્ઞાન સાથે તેમની જોડીને સશક્ત કરવા અમારી સરકારે આ નિર્ણય કર્યો છે. ટેબ્લેટ આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નીતિન પટેલે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે 3,50,000 જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે ગુજરાતના આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે 3,50,000 જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -