✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું, સોનિયાને મોકલ્યો ફેક્સ’, આ અહેવાલ અંગે બાપુએ કરી શું મોટી સ્પષ્ટતા ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jun 2017 09:40 AM (IST)
1

2

આ અહેવાલમાં દાવો કરાયો છે કે શંકરસિંહ તેમના ગાંધીનગરના નિવાસે ભાવિ આયોજન ઘડવામાં વ્યસ્ત છે. આવનારા દિવસો કોંગ્રેસ માટે મોટી ઉથલપાથલ સર્જનારા હશે તે નક્કી છે. જો કે આ પ્રકારના અહેવાલો પહેલી વાર નતી છપાયા. શંકરસિંહ આ મામલે જાહેરમાં આવીને સ્પષ્ટતા કરશે તેવું મનાય છે.

3

આ બંને ચૂંટણીઓ પહેલાં વડા પ્રધાન મોદી ૨૯-૩૦ જૂને ગુજરાત આવી રહ્યાં છે. સંભવ છે કે આ સમય દરમિયાન કોઈ મોટી ઘોષણા થાય.શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને તિલાંજલિ આપવાને પગલે હવે કોંગ્રેસના ગુજરાત એકમના નેતાઓએ કોઈ એક નેતાના છત્ર નીચે નહીં બલકે સામૂહિક નેતૃત્ત્વથી ચૂંટણી લડવાનું છે તે સ્પષ્ટ થઈ ગયું છે.

4

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આખરે ખુલ્લેઆમ સામે આવ્યા છે અને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તેવા અહેવાલના પગલે રાજકીય ભૂકંપનો માહોલ સર્જાયો છે. જો કે શંકરસિંહેપોતે આ વાતનો સાફ ઈન્કાર કર્યો છે અને પોતે કોંગ્રેસમાં જ છે તેવી સ્પષ્ટતા કરી છે.

5

બીજી એવી અટકળ પણ આ અહેવાલમાં વ્યક્ત કરાઈ છે કે, શંકરસિંહને તેમની સિનિયોરિટીને છાજે તેવું ઊંચુ પદ ગુજરાત ભાજપમાં મળશે તેમ માનવું અતિશયોકિત નહીં ગણાય. રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૭મી જુલાઈએ યોજાવાની છે, જેને અનુલક્ષીને રાજ્યસભાની ચૂંટણીનો અગાઉ જાહેર થયેલો કાર્યક્રમ રદ કરાયો છે.

6

આ અહેવાલમાં દાવો કરાયો છે કે, ભાજપના ટોચના મોવડીઓનો ઈરાદો, ગુજરાતની રાજ્યસભાની ખાલી થઈ રહેલી ત્રણ સીટ પૈકી ત્રીજી સીટ મહેન્દ્રસિંહ વાઘેલાને ફાળવવાનો છે. અટકળ એવી પણ છે કે, પુત્રના બદલે શંકરસિંહ પોતે રાજ્યસભાની ત્રીજી સીટ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવે.

7

બીજી તરફ એવો પણ દાવો કરાયો છે કે, શંકરસિંહના મોટા પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ હજી પિતાના પગલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. અલબત્ત, તેઓ પણ સમય આવ્યે ‘સામૂહિક રીતે’ જે નિર્ણય લેવાશે તેને અનુસરશે, એમ જણાવાઈ રહ્યું છે. મહેન્દ્રસિંહ કે શંકરસિંહમાંથી કોઈએ આ વાતને સમર્થન નથી આપ્યું.

8

એક અગ્રણી ગુજરાતી દૈનિકમાં છપાયેલા અહેવાલ પ્રમાણે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના તમામ પદો પરથી તથા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર ફેક્સ મારફતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પાઠવી દીધો છે. શંકરસિંહે શુક્રવારે રાત્રે સાડા દસ વાગે સોનિયા ગાંધીને પત્ર ફેક્સ કર્યાનો દાવો કરાયો છે.

9

શંકરસિંહ વાઘેલાએ એબીપી અસ્મિતાને સાફ શબ્દોમાં જણાવ્યું કે, મેં કોઈ રાજીનામું નથી આપ્યું, કોઈ મેલ નથી કર્યો કે ફેક્સ પણ નથી કર્યો. મારા રાજીનામાના અહેવાલ સત્યથી વેગળા છે અને તેમાં કોઈ તથ્ય નથી. મારી એવી કોઈ યોજના નથી અને હું હાલમાં કોંગ્રેસમાં જ છું તેથી આવો કોઈ સવાલ જ પેદા થતો નથી.

  • હોમ
  • ગાંધીનગર
  • ‘શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું, સોનિયાને મોકલ્યો ફેક્સ’, આ અહેવાલ અંગે બાપુએ કરી શું મોટી સ્પષ્ટતા ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.