મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ, લોકસભા ચૂંટણીમાં હું સક્રિય રહીશઃ શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ. હાલની સ્થિતિ માટે PM મોદી જ જવાબદાર છે. રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. તેમણે દેશ અને રાજ્યની જનતાને આપેલા વાયદાનો હિસાબ આપવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ત્રીજા મોરચા જેવું કશું હોતુ નથીભાજપ સામે ત્રીજો અને પણ બીજો મોરચો બનવો જોઇએ. લોકસભાની ચૂંટણીમાં સક્રિય રહીશ. યોજનાઓના માત્ર નામ બદલી નખાયા છે. ભાજપના તમામ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. હું 2019માં ભાજપની સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું. હું ઘર વાપસીની શોધમાં નથી. હું મારા ઠેકાણે જ છું.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મે વડાપ્રધાન મોદીને 21મે 2014માં વિદાય સમારંભ સમયે કહ્યું હતું કે આપે આ દેશને અને રાજ્યની પ્રજાને વચનો આપ્યા છે. દેશ અને રાજ્યોમાં તમારી સરકાર છે તેથી વચન પાળજો. સાડા ચાર વર્ષ કેંદ્ર સરકારને થવા છતા જનતા વતી હિસાબ માગુ છું. કોઈ વ્યક્તિગત વાત કે ઉઘરાણી નથી, આ પ્રજા વતી ઉઘરાણી છે. પહેલા રોજગારીના વચનો આપ્યા હવે પકોડા તળવાની સલાહ આપો છો. દેશના ખેડૂતોને ભાજપ સરકાર દગો કરી રહી છે. ખેડૂતોને વિજળી, સિંચાઈના પાણી પુરા પાડવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ બની છે.
NCPમાં જોડાવવાની અટકળો વચ્ચે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી કે તેઓ NCPમાં જોડાવવાના નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -