કલોલના લિંબોદરા ગામે દલિત યુવક પર હુમલાનો મામલો, FSLમાં થયો મોટો ખુલાસો
બનાવને લઇને દિગંતે કહ્યુ કે ગત 25મીના રોજ ગામના જ રાહુલ વિક્રમસિંહ વાઘેલા અને મયુર અજીતસિંહ વાઘેલાએ મારા ભાઇ ઉપર મૂછો રાખવાની બાબતને લઇને હુમલો કર્યો હતો. ત્યારે ધમકી આપી હતી કે જો તમે લોકો ઘરની બહાર નિકળ્યા છો તો જાનથી મારી નાખીશ. ત્યારે મયુરને પોલીસે ઝડપી લીધો છે. પરંતુ રાહુલ હજુ ફરાર છે ત્યારે મને તેના ઉપર શંકા છેકે આ હુમલો તેને જ કર્યો હશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને તાબડતોબ સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી. અને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ કયા કારણોસર યુવાન પર હુમલો કરવામાં આવ્યો તથા અજાણ્યા બાઈક સવારો કોણ હતા તે દિશામાં તપાસ ચલાવી છે.
ઉલ્લેખનીય છે કે, કલોલના લીંબોદરા ગામે રહેતો દલીત યુવાન દિગંત વસંતભાઈ મહેરીયા મંગળવારે સાંજના સુમારે ગામમાં હાજર હતો ત્યારે બાઈક પર બે અજાણ્યા યુવાનો મોઢે રૃમાલ બાંધીને આવ્યા હતા અને યુવાન કાંઈ સમજે તે પહેલા તેના પર છરી વડે આડેધડ ઘા ઝીકી બાઈક પર આવેલા યુવાનો પળવારમાં પલાયન થઈ ગયા હતા બનાવને લઈ આસપાસમાં ભારે હોબાળો મચી ગયો હતો.
ગાંધીનગરઃ લિંબોદરા ગામમાં દલિત યુવક પર હુમલા મામલે નવો ખુલાસો થયો છે. હુમલાને લઈને FSLમાં ખુલાસો થયો છે. પોલીસનું માનીએ તો ફરિયાદ પ્રમાણે હુમલો ન થયાનું તપાસમાં સામે આવ્યું છે. યુવકે બ્લેડ વડે મિત્રો પાસે હુમલો કરાવ્યો હતો. અને બાદમાં યુવકે ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. યુવકે પ્રસિદ્ધી મેળવવા માટે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત કિશોરના માતા પિતાએ પણ ખોટી ફરિયાદ કરી હોવાનો સ્વીકાર કર્યો છે.
સમગ્ર ઘટનામાં ફરિયાદી અને મિત્રોએ કાવતરૂં રચ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં અમુક સંગઠનના તત્વોએ ગેરમાર્ગે દોર્યા છે. એસપીએ જણાવ્યું હતું કે, આ નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. યુવાન ફરિયાદી માઇનોર છે. સમગ્ર ઘટના પ્રસિદ્ધિ લેવા માટે રચાઇ હોવાનો પ્રયાસ થયો છે. આ ઉપરાંત મુંછવાળા બનાવ અંગે એસપીએ જણાવ્યું હતું કે, મુંછવાળા બનાવમાં પણ ફરિયાદી પરિવાર એક જ છે. મુંછ અંગે હુમલાનો બનાવ પણ વ્યક્તિગત છે. લિંબોદરના બનાવ પુરતું કહી શકાય રાજકીય ષડયંત્ર નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -