ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યને બેફામ ગાળાગાળી સાથે મળી ધમકી, ક્યા નંબર પરથી આવેલો ફોન? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In App3જી તારીખે ત્રણ ફોન બાદ બીજા દિવસે પણ ફરી તેમના ફોન પર કોલ આવવાના શરૂ થઈ ગયા હતા, પરંતુ પૂંજાભાઈએ આ ફોન ઉપાડ્યા જ નહીં. પ્રાઇવેટ નંબર ધારક દ્વારા સતત ફોન કરીને બીભત્સ ગાળાગાળી કરી હોવાને કારણે આ પ્રાઇવેટ નંબર ધારક પોતાની શારીરિક કે અન્ય રીતે નુકસાન કરે તેવી ભીતિ હોવાને કારણે ધારાસભ્ય પૂંજાભાઈએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા પ્રાઈવેટ નંબર ધારકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હાલ સેક્ટર-21 પોલીસ સ્ટેશનના પીઆઇ ટી. એલ. વાઘેલાએ પ્રાઇવેટ નંબર કોનો છે તે જાણી ધમકીભર્યો ફોન કરનાર આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ફોનમાં સામેવાળી અજાણી વ્યક્તિએ ગુજરાતી ભાષામાં જેમ ફાવે તેમ અભદ્ર અને બીભત્સ ગાળાગાળી કરી રહ્યો હતો, ત્યારબાદ સાડા દશ વાગ્યા સુધીમાં એ જ નંબર પરથી બે વખત ફોન આવ્યો હતો, જો કે, પૂંજાભાઈ ઉપાડ્યો ન હતો.
મૂળ ઉનાના વતની અને કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશ હાલમાં ગાંધીનગરમાં સેક્ટર-21 ખાતે MLA ક્વાટર્સમાં રહે છે. નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રીજી જાન્યુઆરીએ સવારે છ વાગ્યે તેમના મોબાઈલ પર ‘પ્રાઇવેટ નંબર’ પરથી ફોન આવ્યો હતો.
માહિતી પ્રમાણે, ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સાથે ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિએ પ્રાઈવેટ નંબરથી ધમકી સાથે ગાળાગાળી કરી હતી. બે દિવસ સતત આવા ફોન કરનાર અજાણી વ્યક્તિ તેમને શારીરિક નુકસાન પહોંચાડી શકે તેવી શંકા વ્યક્ત કરતાં, ધારાસભ્ય પૂંજાભાઈએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રાઈવેટ નંબર ધારક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગરઃ તાજેતરમાંજ ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો મામલો હજુ તપાસમાં છે ત્યાં તો અન્ય એક ધારાસભ્યને બેફામ ગાળાગાળી અને શારીરિક નુકશાન કરવાની વાત કરતો ફોન આવવી ઘટના સામે આવી છે. આ ફોન ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશને આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -