ગુજરાતે મહારાષ્ટ્રને આપ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આમંત્રણ, PM મોદી કરશે લોકાર્પણ
પટેલે વધુમાં કહ્યું કે, સરદાર સાહેબની પ્રતિમાના સ્થળે 230 હેક્ટરમાં 17 કિ.મી. વિસ્તારમાં દેશ-વિદેશના ફૂલોની ફલાવરવેલી, વિવિધ રાજ્યના અતિથિભવનનું પણ નિર્માણ થશે. જેના થકી આ સ્મારક એક આગવું પ્રવાસન સ્થળ બની રહેશે અને રોજના 15 હજારથી વધુ પ્રવાસીઓ સ્થળની મુલાકાત લે એવી સંભાવના છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીનું પણ નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરાશે. આ સમગ્ર સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સરદાર પટેલની 143મી જન્મ જયંતીએ રાષ્ટ્રને અર્પણ કરશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. તેના ગુજરાત સરકારના મંત્રીઓ દેશભરના રાજ્યોના પ્રવાસે છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રની મુલાકાત લઇને આજે દેવેન્દ્ર ફડણવીસને રૂબરૂ મળી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નિહાળવા તેમજ લોકાર્પણ સમારોહમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના સ્થળે સમગ્ર દેશના તમામ રાજ્યોના રાજ્યભવનના નિર્માણ માટે ટોકન દરે જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી આ સ્થળે તમામ રાજ્યોના રાજ્યભવન નિર્માણની પરિકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરશે.
ગાંધીનગરઃ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર પાસે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની ઐતિહાસિક પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિર્માણ પામી છે. આ પ્રતિમાના અનાવરણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસને આમંત્રણ આપવા મુંબઈ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકીને રાષ્ટ્રને અર્પણ કરવાના છે. નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ પ્રતિનિધિમંડળમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, તથા કનુભાઈ પરમાર, નાણા વિભાગના સેક્રેટરી મિલિંદ તોરવણે જોડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -