2019 લોકસભા ચૂંટણીઃ ભાજપે ભૂપેન્દ્ર યાદવને બદલી કોને બનાવ્યા ગુજરાતના પ્રભારી
ભાજપના મહાસચિવો ભૂપેન્દ્ર યાદવ અને અનિલ જૈનને ક્રમશ બિહાર અને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાના સભ્ય વી.મુરલીધરન અને પાર્ટી સચિવ દેવધર રાવને આંધ્રપ્રદેશમાં ચૂંટણીની જવાબદારી સોંપી છે. મહેન્દ્રસિંહને આસામના પ્રભારી બનાવાયા છે. ભાજપે તે સિવાય અનેક રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. આ રાજ્યોમાં હિમાચલપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, પંજાબ, તેલંગણા અને સિક્કિમનો સમાવેશ થાય છે.
પાર્ટી દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના પ્રભારી તરીકે ઓમપ્રકાશ માથુરની નિમણુક કરવામાં આવી છે. માથુરની નિમણુક ભુપેન્દ્ર યાદવના સ્થાને કરવામાં આવી છે. હાલ ગુજરાત ભાજપના પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવ છે.
ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના પાર્ટીના પ્રભારીની નિમણૂક કરી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર રાજસ્થાનમાં અને થાવરચંદ ગેહલોતને ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રભારી બનાવાયા છે. જ્યારે ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની જવાબદારી સોંપાઇ છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની વધુ બેઠકો હોવાના કારણે ગોરધન ઝડફિયાની સાથે દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રાને પણ પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપાના ગઠબંધન થવાની શક્યતાને કારણે ભાજપને અહી જોરદાર ટક્કર મળવાની છે.