✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરષોતમ સોલંકી ફરી બગાવતના મૂડમાં, ભાજપ હાઈકમાન્ડને દોઢ મહિનાનો સમય આપી શું આપી ચીમકી ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Feb 2018 10:11 AM (IST)
1

સોલંકીને થયેલા અન્યાયના મામલે કોળી સમાજની મહિલાઓ પણ આગળ આવી છે. કોળી મહિલાઓના માંધાતા ગ્રુપે સોમવાર ને 12 ફેબ્રુઆરીએ સોલંકીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનેથી કોળી અધિકાર રેલી યોજવાની તૈયારી પણ કરી લીધી હતી પણ સમાજના આગેવાનોએ ના પાડતાં આ રેલી રદ કરાઈ છે.

2

સોલંકીની વાત માનીને કોળી સમાજે હમણાં યુધ્ધવિરામ કર્યો છે. સાથે સાથે તેમણે સ્પષ્ટ કર્યું છે કે, સોલંકીએ આપેલા અલ્ટીમેટમનો સમય પૂર્ણ થાય છતાં તેમની માંગણી સ્વિકારાશે નહીં તો અન્યાય સામે મોરચો માંડીશું. કોળી સમાજના આગેવાનો શક્તિપ્રદર્શન કરીને ગાંધીનગરમાં રેલી કરશે.

3

સોલંકીના મામલે કોળ સમાજ પણ એક છે અને સૂત્રોના જણાવ્યા મુજબ કોળી સમાજના આગેવાનોએ અંદરખાને પરષોતમ સોલંકી સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પરષોત્તમ સોલંકીએ આગેવાનોને સ્પષ્ટ કહ્યું છે કે, મેં દોઢ મહિનાનો સમય આપ્યો છે. થોભો,રાહ જુઓ,સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલાં કઇંક કરવું યોગ્ય નથી.

4

જો કે ભાજપે હજુ સુધી કશું નહીં કરતાં મંત્રીમંડળમાં સારું ખાતું આપવા મામલે સોલંકીએ ભાજપ હાઇકમાન્ડને દોઢ મહિનાનું એલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમય મર્યાદામાં તેમની માંગણી નહીં સતોષાય તો ભાજપ સામે બગાવત કરવાની ચીમકી આપી હોવાના અહેવાલ છે.

5

સોલંકીને રૂપાણી કેબિનેટમાં સારૂં ખાતું ના મળતાં નારાજ થયા હતા ને આ નારાજગીને લીધે તેમણે છેક છેલ્લે ધારાસભ્યના શપથ લીધા હતાં. એ પહેલાં તેમણે મુખ્યમંત્રી રૂપાણીને મળીને સારૂં ખાતું આપવા પણ માંગ કરી હતી અને ભાજપે તેમની માગં સંતોષવા આશ્વાસન આપ્યું હતું.

6

ગાંધીનગરઃ વિજય રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી નેતા મંત્રી પરષોતમ સોલંકી હજુય ભાજપ હાઇકમાન્ડથી ભારોભાર નારાજ છે. આ નારાજગીના કારણે તેઓ કેબિનેટ મીટિંગમાં પણ ભાગ લેતા નથી ત્યારે તેમણે હવે ભાજપ હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપ્યું છે.

  • હોમ
  • ગાંધીનગર
  • પરષોતમ સોલંકી ફરી બગાવતના મૂડમાં, ભાજપ હાઈકમાન્ડને દોઢ મહિનાનો સમય આપી શું આપી ચીમકી ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.