ગુજરાતમાં સરકારી નોકરી માટે સુવર્ણ તકઃ આ વિભાગમાં એક સાથે 3533 જગ્યાની કરાશે ભરતી, જાણો વિગત
આ હેતુસર સમગ્રતયા 7133 મહેસૂલી તલાટીઓની જરૂરિયાત સામે હાલ 3600 મહેસૂલી તલાટી કાર્યરત છે. આ 3600 મહેસૂલી તલાટીઓ ઉપરાંત નવી 3533 જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપતાં હવે બે ગામ દીઠ એક મહેસૂલી તલાટીની સેવાઓ આગામી સમયમાં ઉપલબ્ધ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ રાજયમાં સરકારી નોકરીઓ મેળવવા માગતા યુવાનો માટે એક સુંદર તક આવી છે. ગુજરાતમાં નવી રચાયેલી વિજય રૂપાણી સરકારે રાજ્યમાં મોટા પાયે મહેસૂલી તલાટીની જગાઓ ભરવાનો નિર્ણય લીધો છે. મહેસૂલી તલાટીની જગાઓ ભરવા માટેની પ્રક્રિયા આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં શરૂ થશે.
રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં પ્રવર્તમાન 17,265 ગ્રામ પંચાયતોમાં સુવિધાયુકત-સરળ મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે બે ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની જગ્યાઓની આવશ્યકતા છે.
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સરળ અને સુવિધાપૂર્ણ મહેસૂલી સેવાઓ મળી રહે તેવા ઉદેશ્યથી રાજ્ય સરકારે મહેસૂલી તલાટી વર્ગ-3ની નવી 3533 જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનો પ્રભાવ વધારવાની વ્યૂહરચના તરીકે આ પગલાને જોવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -