વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા 23 દેશોના વિદેશી મહેમાનોને કઈ કઈ વાનગીનો માણવા મળશે ચટાકો? જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાઇબ્રન્ટ ની ઉજવણીની સાથે વિદેશી મહેમાનોને ગુજરાતનો રંગ, સ્વાદ અને સુવિધાઓને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદેશી ડેલીગેટ માટે વિદેશી દારૂ અને ગુજરાતી ભોજનની ખાસ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. જેમાં ગુજરાતી ખમણ, ઢોકળા, હાંડવો, થેપલાનો સ્વાદ બ્રેકફાસ્ટમાં મળશે સાથે ડિનરમાં ઊંધિયાની મજા પણ રહેશે. આ ઉપરાંત કાશ્મીર, લખનઉ, પંજાબ અને કબાબ બિરયાનીનો સ્વાદ પણ આપવામાં આવશે.
અમદાવાદ અને ગાંધીનગરની 15 હોટલમાં તેમને રહેવાની, જમવાની અને વિદેશી દારૂની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને લિકર શોપનો 4 કલાક સમય પણ વધારી દેવામાં આવ્યો છે. એરપોર્ટ નજીક આવેલી ધ ઉમેદ હોટલમાં 70 વિદેશી મહેમાન અને 30 ભારતીય મહેમાન રોકવાના છે.
વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણી માટે અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને કેનેડા સહિત 23 દેશોમાંથી વિદેશી મહેમાનો અવવાના છે. જેમાં પ્રધાનમંત્રી, ઉદ્યોગપતિઓ અને મંત્રીઓનો સમાવેશ થાય છે.
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017ની ઉજવણીને લઈને જ્યારે 23 દેશોના ડેલીગટ આવના છે ત્યારે તેમની સુવિધાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતી ભોજન અને વિદેશી દારૂની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -