✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સાથે 150 વીવીઆઈપીએ માણ્યો ગુજરાતી ભોજનનો સ્વાદ: પછી કહ્યું મઝા આવી ગઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2017 10:08 AM (IST)
1

આ ભોજન સમારોહમાં લીલવાની કચોરી, ફણગાવેલા મગ, ખાંડવી, મેથીના થેપલા અને જલેબી સહિતની ગુજરાતી વાનગી સહિતની શાહી મિજબાની માણી સૌ મહેમાનો ગદગદિત થઈ ગયાં હતા.

2

સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, પીએમ લોન્જમાં વડાપ્રધાન મોદી સાથે પોર્ટુગલના પીએમ, ર્સિબયાના પીએમ સહિતની ટોચની રાજકીય હસ્તીઓએ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.

3

આ સિવાય બાકીના રાઉન્ડ ટેબલ ચાર ચાર વ્યક્તિ બેસી શકે તે પ્રકારના હતા. બપોરે બે વાગ્યા આસપાસ શરૂ થયેલા ભોજન સમારોહ એક કલાક સુધી ચાલ્યો હતો. લંચની ડિશની કિંમત અંગે અધિકારીએ ફોડ પાડયો ન હતો.

4

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત-2017ના ઉદ્ધઘાટન સમારોહ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરના પીએમ લોન્જમાં બપોરે દેશ-વિદેશની 15૦થી વધુ હસ્તીઓ સાથે ભોજન લીધું હતું. ગુજરાતી ભોજનની લિજ્જત માણ્યા બાદ વિદેશી મહેમાનોએ પણ મજા આવી ગયાનો અભિપ્રાય આપ્યો હતો.

5

મોદી સાથેના શાહી ભોજનમાં આલમન્ડ સૂપ, મસરૂમ સલાડ, પનીર સબજી, મસાલા ફ્રાય પનીર, મેથીના થેપલા, બટર રોટી, ફણગાવેલા મગ, લીલવાની કચોરી, ખાંડવી, ડ્રાયફ્રૂટ પુલાવ, ફ્રૂટ ડિશ, આઈસક્રિમ, જલેબી

6

દેશ વિદેશની રાજકીય હસ્તીઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રીઓ આ ભોજન સમરોહમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મોટા રાઉન્ડ ટેબલ પર 50 જેટલી હસ્તીઓએ ભોજન માણ્યું હતું.

  • હોમ
  • ગાંધીનગર
  • મોદી સાથે 150 વીવીઆઈપીએ માણ્યો ગુજરાતી ભોજનનો સ્વાદ: પછી કહ્યું મઝા આવી ગઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.