શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓને હાઈકમાન્ડે કેમ ઝાટક્યા, કેમ કહ્યું ચૂપ રહેવા? જાણો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે વાંધાવચકા કાઢી રહ્યા છે તેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત બગડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહ વાઘેલા ઉપરાંત મુંબઈના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમ તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ પણ સર્જીકલ સ્ટ્રાઈકના મુદ્દે સોનિયા-રાહુલ કરતાં વિરોધાભાસી નિવેદનો આપી ચૂત્યા છે. તેના કારણે દેશનાં લોકોમાં ભારે આક્રોશ છે.
કામતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોંગ્રેસના નેતાઓએ સર્જીકલ સ્ર્ટાઈકના મુદ્દે સોનિયાજી અને રાહુલ કરતાં અલગ મત વ્યક્ત કરવાથી દૂર રહેવું અને કોઈ વિવાદ પેદા ના કરવો. કામતે સોનિયા-રાહુલના ઈશારે કોંગ્રેસી નેતાઓને ચૂપ રહેવા સલાહ આપી છે એ સ્પષ્ટ છે.
કામતે એક ટ્વિટ કરીને આ નેતાઓને ઝાટકી નાંખ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધી જ્યારે ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઈકને યોગ્ય ઠેરવીને સમર્થન આપી ચૂક્યા છે ત્યારે બીજા બધા નેતા ચૂપ રહે અને બફાટ ના કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -