✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક હવે મોદીની સ્ટાઈલમાં ‘ચોક પે ચર્ચા’ કરશે, જાણો ક્યાંથી અને ક્યારે કરશે શરૂઆત ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jan 2017 11:39 AM (IST)
1

હાર્દિક એ પછી બનાસકાંઠા જિલ્લામાં ગઢ-ઢાણા સહિત 8 ગામોમાં જાહેર અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 4 વાગે વેડંચા ગામે શહીદ મહેશ પટેલના ઘરે જઈ પરિવારજનોને મળશે. હાર્દિકના આ કાર્યક્રમોને સફળ બનાવવા સમગ્ર પાસ ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. ગામે ગામ રાત્રિસભાઓ યોજાઇ રહી છે.

2

બીજા દિવસે 28 જાન્યુઆરીએ સિદ્ધપુર તાલુકામાં 13 ગામોમાં મિટિંગ તેમજ બિલિયામાં રાત્રે જાહેર સભાને સંબોધન કરશે. રવિવારે રાત્રે ચાણસ્મામાં જાહેરસભા ને સોમવારે પાટણ-ચાણસ્માના 7 પાટીદાર ગામોમાં મિટિંગ યોજાશે. 31મીને મંગળવારે સરસ્વતી તાલુકાના વાગદોડ, મેસર અને કાતરા ગામે મિટિંગમાં હાજરી આપશે.

3

હાર્દિક 27 જાન્યુઆરીએ સવારે 9 વાગે પાટણમાં સાંઇબાબા મંદિરથી મુખ્ય બજાર થઇ વિશ્વાસ કોમ્પલેક્ષ સુધી રોડ શો બાદ પાસના કાર્યકરો સાથે બેઠક યોજશે. બપોર પછી વિલાજ પાર્ટી પ્લોટમાં અન્ય સમાજના લોકોને મળશે. પછી અંબાજી મંદિર, ખોડિયાર મંદિરે તે વિસ્તારના લોકો તેમજ પાટીદાર તબીબો સાથે મિટિંગ કરશે.

4

હાર્દિક ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, યુવાનો, નોકરિયાતો સહિત તમામ વર્ગના પ્રશ્નો અંગે સમૂહચર્ચા કરી સરકાર સામે સામૂહિક અવાજ ઉઠાવશે. હાર્દિક પટેલના આ નવા દાવથી રૂપાણી સરકાર અને ભાજપ અંદરખાને હચમચી ગયાં છે. ઉત્તર ગુજરાતમાં આંદોલનની તમામ ગતિવિધિઓ પર આઇબી સહિતની એજન્સીઓ નજર રાખી રહી છે.

5

મહેસાણા:પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં પ્રવેશ કર્યો એ સાથે જ પાટીદાર આંદોલન ફરી વેગ પકડવા માંડ્યું છે. હાર્દિકે તેને ધમધમતું કરવા 27જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના પાટણમાં રોડ-શોનું આયોજન કર્યું છે. આ રોડ શો સાથે અનામત આંદોલન પાર્ટ-3 વેગ પકડશે.

6

પાસના લીગલ એડવાઇઝર અને પાટણના કન્વીનર ર્ડા. કિરીટભાઇ પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, હાર્દિક પટેલ 27થી 31 જાન્યુઆરી દરમિયાન પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 30થી વધુ મિટિંગો ભરી ‘ચોક પે ચર્ચા’ કરશે. હાર્દિક બિન તમામ સમાજના લોકોને મળશે અને પાટીદારો અનામત કેમ માગે છે તે લોકોને સમજાવશે.

7

હાર્દિક એ પછી પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા માટે નવો દાવ ખેલશે અને નરેન્દ્ર મોદીએ ચાય પે ચર્ચા કરી હતી એ સ્ટાઈલમાં ‘ચોક પે ચર્ચા’ કરશે. આ ચર્ચા દરમિયાન હાર્દિક સરકારની પાટીદાર અનામત ઉપરાંત ખેડૂતો, યુવાનો અને મહિલાઓ અંગેની નીતિઓ સામે પણ અવાજ ઉઠાવશે.

  • હોમ
  • ગાંધીનગર
  • હાર્દિક હવે મોદીની સ્ટાઈલમાં ‘ચોક પે ચર્ચા’ કરશે, જાણો ક્યાંથી અને ક્યારે કરશે શરૂઆત ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.