‘પાટીદાર પ્રધાને પાટીદારો પાસેથી પૈસા ઉઘરાવી નોકરીઓ ના આપી’, હાર્દિકે કોની સામે કર્યો આ આક્ષેપ?
હાર્દિક પટેલે ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા બાદ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે પાટીદારો માટે કોઇ પણ ભોગે અનામત લેવાની છે અને ન આપે તો ઝૂંટવી લેતાં પણ પાટીદારોને આવડે છે. પાટીદાર સમાજની તાકાતની વિશ્વ લેવલે નોંધ લેવાઇ છે અને કોઇના બાપની તાકાત નથી કે પાટીદારની તાકાતને રોકી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે રાજ્યના પંચાયત મંત્રી જયંતિ કવાડીયાને આડે હાથ લેતાં જણાવ્યું કે, જેમને પાટીદારોએ ખોબલેને ખોબલે મત આપી વિજયી બનાવ્યા હતા તેમણે ચૂંટાયા બાદ પાટીદારોને નોકરી આપવાનું વચન આપીને નાણાં ઉઘરાવ્યાં પણ નોકરી ન આપીને સમાજ સાથે દગો કર્યો છે.
હાર્દિકે કહ્યું કે, સાવજની ગર્જના સાંભળવા જંગલમાં નહી પરંતુ ઝાલાવાડમાં જવુ પડે. પાટડી તાલુકાના ઉમા સંકુલ ખાતે પાટોત્સવમાં આવેલા હાર્દિક પટેલ ખેરવાથી માલવણ બાઇક રેલી દ્વારા પહોંચ્યો હતો. તેનું 'જય સરદાર, જય પાટીદાર' ના ગગનભેદી નારા સાથે ભવ્ય સ્વાગત કરાયુ હતું.
પાટડીઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ રવિવારે માલવણના ઉમા સંકુલ ખાતે દર્શન કર્યા પછી જંગી સભાને સંબોધી હતી. આ સભામાં હાર્દિકે વિજય રૂપાણી સરકારના પ્રધાન જ્યંતિ કવાડિયા પર આક્ષેપ કર્યો હતો કે કવાડિયાએ પાટીદારો પાસેથી પૈસા ઉઘરાવીને તેમને નોકરીઓ નથી આપી.
હાર્દિકે બીજા પાટીદાર ધારાસભ્યોને પણ નિશાન બનાવીને કહ્યું કે, પાટીદારોએ ખોબલે ને ખોબલે મત આપી એમને આશા સાથે જીતાડ્યા હતા પણ 45 પાટીદાર ધારાસભ્યોએ અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદારોના બલિદાન માટે વિધાનસભામાં શોક પ્રસ્તાવ પણ પાસ નહોતો કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -